BCCI પાસેથી છીનવાઇ શકે છે 2023નો વર્લ્ડકપ, આ છે મોટુ કારણ
ODI વર્લ્ડ કપ આવતા વર્ષે ભારતમાં યોજાવાનો છે પરંતુ તે BCCIના હાથમાંથી નીકળી શકે છે. આઇસીસી ઇચ્છે છે કે ટેક્સના કેસોનો ઝડપથી નિકાલ થાય. ભારત સરકાર તરફથી ટેક્સમાં છૂટ મળ્યા બાદ ICC માટે ટૂર્નામેન્ટનું આયોજન કરવું સરળ બનશે.
ODI વર્લ્ડ કપ આવતા વર્ષે ભારતમાં યોજાવાનો છે પરંતુ તે BCCIના હાથમાંથી નીકળી શકે છે. આઇસીસી ઇચ્છે છે કે ટેક્સના કેસોનો ઝડપથી નિકાલ થાય. ભારત સરકાર તરફથી ટેક્સમાં છૂટ મળ્યા બાદ ICC માટે ટૂર્નામેન્ટનું આયોજન કરવું સરળ બનશે. જોકે, આવકમાં સૌથી વધુ રકમ આઈસીસીને બીસીસીઆઈ પાસેથી જ મળે છે. ટેક્સમાં છૂટ આપવા માટે ભારત સરકારને વિનંતી કરવામાં આવી હતી, પરંતુ હાલમાં આના પર કંઈ થયું નથી. જો છૂટ આપવામાં નહીં આવે તો BCCIના હિસ્સામાંથી મોટી રકમ પણ કપાઈ શકે છે.

આવું 2016ના T20 વર્લ્ડ કપમાં થયું હતું
વર્ષ 2016માં ભારતમાં T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે ભારતીય કર સત્તાવાળાઓ તરફથી વચગાળાની રાહત બાદ આ ઘટના બની હતી. ICC પર આવકના 10 ટકાથી થોડો વધારે સરચાર્જ લાદવામાં આવ્યો હતો. તે જ સમયે, બીસીસીઆઈ હજી પણ તે બાબતે કાનૂની લડાઈ લડી રહ્યું છે. ICCએ વર્ષ 2023માં યોજાનાર ODI વર્લ્ડ કપમાં ટેક્સની બાબતોને ક્લિયર કરવા કહ્યું છે. ICCનું કહેવું છે કે ટેક્સના મુદ્દાઓ અગાઉથી સારી રીતે ઉકેલી લેવા જોઈએ. ICCની આવકમાંથી મોટી રકમ ટેક્સમાં જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ કપનું આયોજન જોખમમાં છે.

ટુર્નામેન્ટ શિફ્ટ થવાનો ભય
ન્યૂઝ 18 એ તેના એક અહેવાલમાં સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે બીસીસીઆઈએ આઈસીસીને પહેલેથી જ કહી દીધું છે કે ટેક્સ મુદ્દે કંઈ કરી શકાય નહીં. આવી સ્થિતિમાં આઈસીસી પાસે ટૂર્નામેન્ટને કોઈ અન્ય જગ્યાએ ખસેડવાનો વિકલ્પ હશે. વર્ષ 2016માં પણ બોર્ડે સરકારને ટેક્સ મુક્તિ માટે વિનંતી કરી હતી પરંતુ તેમ થઈ શક્યું ન હતું. તે સમયે ટેક્સમાં કોઈ રાહત આપવામાં આવી ન હતી પરંતુ ICCએ બ્રોડકાસ્ટર પાસેથી બિલની ચૂકવણી પહેલેથી જ એકત્રિત કરી લીધી હતી. સૂત્રનું એમ પણ કહેવું છે કે જો વર્લ્ડ કપ પહેલા મામલો ઉકેલવામાં નહીં આવે અને બાદમાં આઈસીસીની આવકમાંથી ભારતના હિસ્સામાંથી પૈસા કાપવામાં આવે તો તે પણ કાનૂની મામલો બની જશે.

સરકારે નથી લીધો કોઇ નિર્ણય
સરકાર દ્વારા ટેક્સને લગતી બાબતો અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. BCCIએ પહેલાથી જ ભારત સરકારના નાણા મંત્રાલયને ટેક્સ મુક્તિ માટે વિનંતી કરી છે. હવે ત્યાંથી શું જવાબ આવશે, તે જોવાનું રહેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
