Commonwealth Games : વેઈટલિફ્ટિંગમાં ભારતને મળ્યો બીજો મેડલ, ગુરુરાજાએ 269 કિગ્રા વજન ઉઠાવીને જીત્યો બ્રોન્ઝ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે શનિવાર (30 જુલાઈ) નો દિવસ શાનદાર રહ્યો છે. વેઈટલિફ્ટિંગમાં ભારતને સતત બીજો મેડલ મળ્યો છે. ગુરુરાજા પૂજારીએ 61 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Commonwealth Games : કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે શનિવાર (30 જુલાઈ) નો દિવસ શાનદાર રહ્યો છે. વેઈટલિફ્ટિંગમાં ભારતને સતત બીજો મેડલ મળ્યો છે. ગુરુરાજા પૂજારીએ 61 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

તેમણે બર્મિંગહામમાં ભારતને તેનો બીજો મેડલ અપાવવા માટે 269 કિલો વજન ઉપાડ્યું હતું. ગુરુરાજાનો સર્વોચ્ચ સ્કોર સ્નેચમાં 118 અને ક્લીન એન્ડ જર્કમાં 151 હતો. આ રીતે તેણે કુલ 269 કિગ્રા પૂજારી પહેલા સંકેત મહાદેવ સરગરે 55 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
આ ઈવેન્ટમાં મલેશિયાના મોહમ્મદ અજનિલ બિન બિદીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે 285 કિલો વજન ઉપાડ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સમાં આ એક રેકોર્ડ છે. પાપુઆ ન્યુ ગિનીના બારુ મોરિયાએ સિલ્વર મેડલ જીત્યો છે. તેણે 273 કિગ્રા વજન ઉઠાવીને બીજું સ્થાન મેળવ્યું હતું.
ગુરુરાજા ત્રીજા સ્થાને રહ્યા. તેમણે આ માટે કેનેડાના સિમર્દ યુરીને હરાવ્યો હતો. યુરીએ 268 કિલો વજન ઉપાડ્યું હતું. ગુરુરાજાને એક કિલોના માર્જિનથી બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યા હતા.
ગુરુરાજાનું પ્રદર્શન
સ્નેચ રાઉન્ડ - ગુરુરાજાએ સ્નેચ રાઉન્ડમાં પ્રથમ પ્રયાસમાં 115 કિલો વજન ઉપાડ્યું હતું. આ પછી બીજા પ્રયાસમાં સારું પ્રદર્શન કરીને 118 કિલો વજન ઉપાડ્યું હતું. ત્રીજા પ્રયાસમાં તે નિષ્ફળ ગયો. આ રીતે, સ્નેચ રાઉન્ડમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 118 કિગ્રા હતું.
ક્લીન એન્ડ જર્ક રાઉન્ડ - સ્નેચ રાઉન્ડમાં સારૂ પ્રદર્શન ન કરનાર ગુરુરાજા ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં વધુ દબાણમાં હતો. તેણે પહેલા રાઉન્ડમાં 144 કિગ્રા, બીજામાં 148 અને ત્રીજા રાઉન્ડમાં 151 કિગ્રા વજન ઉપાડ્યું હતું. આ રીતે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 151 કિગ્રા હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
