CWG 2022: ભારતને મળ્યો ત્રીજો ગોલ્ડ, અચિંતા શુલીએ 73 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં જીત્યો સુવર્ણ
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે ત્રીજો ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
બર્મિઘમઃ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે ત્રીજો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 20 વર્ષીય અચિંત શુલીએ પુરુષોની વેટલિફ્ટિંગ 73 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. અચિંતાએ સ્નેચમાં રેકોર્ડ 143 કિલો વજન ઉપાડ્યુ જ્યારે તે ક્લીન એન્ડ જર્કમાં 170 કિલો વજન ઉપાડવામાં સફળ રહ્યો. 20 વર્ષીય ખેલાડી અચિંતાએ કુલ રેકોર્ડ 313 કિલો વજન ઉઠાવીને ગોલ્ડ જીત્યો.

2021માં પણ જીત્યો હતો ગોલ્ડ
મલેશિયાની એરી હિદાયત સિલ્વર જીતવામાં સફળ રહી હતી. મલેશિયન એથ્લેટે કુલ 303 કિલો વજન ઉપાડ્યુ. આ સાથે જ કેનેડાને બ્રોન્ઝ મેડલ મળ્યો. તમને જણાવી દઈએ કે વેઈટલિફ્ટિંગની ફાઈનલ મેચની શરૂઆત પહેલા જ અચિંતાને જીતનો પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો. તેણે 2021 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલુ જ નહિ આ જ વર્ષે શુલીએ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

ભારતમાં ઝોળીમાં અત્યાર સુધીમાં આવ્યા 6 મેડલ
બર્મિંગહામ ગેમ્સમાં ભારતનો આ છઠ્ઠો મેડલ હતો જેમાં 3 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે ભારતને તમામ મેડલ માત્ર વેઈટલિફ્ટિંગમાં જ મળ્યા છે. અચિંતા શુલી પહેલા મીરાબાઈ ચાનુ અને જેરેમી લાલરિનુંગાએ પણ વેઈટલિફ્ટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા હતા. વળી, સંકેત સરગર અને બિંદિયારાની દેવીએ સિલ્વર મેડલ જીત્યો હતો. ગુરુરાજ પૂજારી બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યો હતો. CWG 2022માં વેઈટલિફ્ટિંગમાં સૌથી વધુ મેડલ મેળવનારો દેશ પણ ભારત છે.

મેડલ ભાઈ અને કોચને સમર્પિત
ગોલ્ડ મેડલ જીત્યા બાદ એએનઆઈ સાથે વાત કરતાં અચિંતા શુલીએ કહ્યુ કે હું ખૂબ જ ખુશ છુ. મેં ઘણા સંઘર્ષ બાદ આ મેડલ જીત્યો છે. હું આ મેડલ મારા ભાઈ અને કોચને સમર્પિત કરીશ. તે પછી હું ઓલિમ્પિકની તૈયારી કરીશ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
