ક્રિસ ગેલે વિજય માલ્યા સાથે ફોટો પોસ્ટ કરી, બિગ બોસ કહ્યું
વેસ્ટ ઇન્ડિયન દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ ભારતીય બેકો સાથે દગાખોરી કરીને ભાગેલા વિજય માલ્યા સાથે ચિયર્સ કરતા જોવા મળ્યા
વેસ્ટ ઇન્ડિયન દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ ભારતીય બેકો સાથે દગાખોરી કરીને ભાગેલા વિજય માલ્યા સાથે ચિયર્સ કરતા જોવા મળ્યા. આ વિસ્ફોટક ખેલાડીએ ટ્વિટર પર વિજય માલ્યાને બિગ બોસ ગણાવતા ફોટો શેર કરી. આ ટવિટ કર્યા પછી ગેલ ટ્રોલ થવા લાગ્યા આ ફોટો ફોર્મ્યુલા 1 બ્રિટિશ ગ્રાન્ડ પીક્સ 2019 વેન્યૂમાં ખેંચવામાં આવી હતી. આ ફોટો શેર કરતા ક્રિસ ગેલે લખ્યું કે બિગ બોસ સાથે મળવાનો અનુભવ ખુબ જ સારો રહ્યો. આપને જણાવી દઈએ કે ક્રિસ ગેલ વિજય માલ્યાની રોયલ ચેલેન્ઝર્સ ટીમનો પણ ભાગ રહી ચુક્યા છે. આ ફોટો પર હાલમાં ઘણી કમેન્ટ આવી રહી છે.

ટ્રોલ થયા ક્રિસ ગેલ
લોકોએ સોશ્યિલ મીડિયા પર ક્રિસ ગેલને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું. એક યુઝરે લખ્યું કે ગેઇલને શરમ હોવી જોઈએ કે તે વિજય માલ્યાને બોસને લખી રહ્યો છે, જ્યારે આ માણસ ભારતમાં આશરે 9, 000 કરોડ રૂપિયા લઈને ફરાર છે. એક યુઝરે ગેલને સલાહ આપી હતી કે તેના બેંક ખાતા વિજય માલ્યા સાથે શેર ના કરે અને લોન આપવાની ભૂલ નહીં કરે.

વિજય માલ્યાએ પણ કંઈક આવું કહ્યું
ત્યારપછી વિજય માલ્યાએ પણ કહ્યું કે યુનિવર્સલ બોસ અને મારા પ્રિય મિત્ર સાથે મુલાકાત સારી રહી. માલ્યાએ કહ્યું કે તમારામાંથી જે લોકો મને ચોર કહી રહ્યા છે, તેઓ તમારી બેંકને કહો કે મારી પાસેથી પૈસા લઇ લે, જે હું ગયા વર્ષથી આપી રહ્યો છું પછી નક્કી કરો કે ચોર કોણ છે.
|
વિજય માલ્યા આર્થિક અપરાધી જાહેર થઇ ચુક્યો છે
વિજય માલ્યાને ભારતીય બેન્કોને 9000 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. મુંબઈની વિશેષ અદાલત તેને આર્થિક અપરાધી જાહેર કરી ચુકી છે. દેશમાં તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી રહી છે. વિજય માલ્યા માર્ચ 2016 થી લંડન ભાગી ગયો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
