ચેમ્પિયન્સ લીગમાં ભારત-પાક ક્રિકેટર્સની પત્નીઓએ પીરસ્યું ગ્લેમર
ચેમ્પિયન્સ લીગ ટી20 ટૂર્નામેન્ટની સાથે ક્રિકેટ અને ગ્લેમર ફરી એકસાથે દોડવા લાગ્યા છે. મેદાન પર ખેલાડી પોતાનો દમ દર્શાવી રહ્યાં છે, તો દર્શક બની તેમની પ્રેમીકા અને પત્નીઓ પણ તેનો જુસ્સો વધારતી જોવા મળી રહી છે. જો કે આ વખતે માત્ર ભારતીય ક્રિકેટર્સની જ પત્નીઓ નહીં પરંતુ પાકિસ્તાની ક્રિકેટર્સની પત્નીઓ પણ સ્ટેડિયમમાં પોતાના શૌહરના જુસ્સાને વધારવાનું કામ કરી રહી છે.
કોલકતા નાઇટ રાઇડર્સની ચેન્નાઇ સુપર કિંગ્સ અને લાહોર લાયન્સની મેચ દરમિયાન આ નજારો જોવા મળ્યો હતો. કોલકતા અને ચેન્નાઇ વચ્ચેની મેચ દરમિયાન સાક્ષી ધોની, નતાશા ગંભીર અને તેમની પુત્રી તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલની પુત્રી પૂર્ણા પટેલે આકર્ષણ જમાવ્યું હતું. આ મેચની ખાસ વાત એ હતી કે સાક્ષી, નતાશાની પુત્રીને વ્હાલ કરતી પણ જોવા મળી હતી. જ્યારે લાહોર અને કોલકતા વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ હાફિઝ અને નસીર જમશેદની પત્નીઓએ આકર્ષણ જમાવ્યું હતું. તો ચાલો તસવીરો થકી એ નજારાને નિહાળીએ.
આ પણ વાંચોઃ- વિશ્વકપમાં રન ચેઝ કરતી વખતે રમાયેલી શાનદાર ઇનિંગ્સ
આ પણ વાંચોઃ- જૂનિયર તેંડુલકરની ધમાલ, 42 બોલમાં બનાવ્યા 118 રન
આ પણ વાંચોઃ- બેટ્સમેનો ઓઢશે ‘ભયની ચાદર' આવી રહ્યો છે અદ્ભૂત ભારતીય બોલર

ગંભીર અને ધોનીની પત્ની એકસાથે
ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચેની ચેમ્પિયન્સ લીગની એક મેચ દરમિયાન રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ગૌતમ ગંભીરની પત્ની નતાશા અને મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સાથે બેસી મેચની મજા માણી રહ્યાં હતા.

ગંભીરની પુત્રીને વ્હાલ કરતી સાક્ષી ધોની
ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચેની ચેમ્પિયન્સ લીગની એક મેચ દરમિયાન ગૌતમ ગંભીરની પુત્રીને વ્હાલ કરી રહેલી મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી ધોની.

નતાશા અને સાક્ષી સાથે પૂર્ણા પટેલ
હૈદરાબાદ ખાતે રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચેની ચેમ્પિયન્સ લીગની એક મેચ દરમિયાન રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ગૌતમ ગંભીરની પત્ની નતાશા અને મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સાથે પ્રફુલ પટેલની પુત્રી પૂર્ણા પટેલ પણ હાજર રહી હતી.

ગૌતમ ગંભીરની પત્ની નતાશા
ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચેની ચેમ્પિયન્સ લીગની એક મેચ દરમિયાન ગૌતમ ગંભીરની પત્ની નતાશા.

સમારા અફ્ઝલ પાકિસ્તાની ક્રિકેટર્સની પત્ની
હૈદરાબાદ ખાતે કોલકતા નાઇટ રાઇડર્સ અને લાહોર લાયન્સ વચ્ચેની મેચ જોવા માટે આવેલી પાકિસ્તાની ક્રિકેટર્સ નસિર જમશેદની પત્ની સમારા અફ્ઝલ.

મોહમ્મદ હાફિઝની પત્ની
હૈદરાબાદ ખાતે કોલકતા નાઇટ રાઇડર્સ અને લાહોર લાયન્સ વચ્ચેની મેચ જોવા માટે આવેલી પાકિસ્તાની ક્રિકેટર્સ મોહમ્મદ હાફિઝની પત્ની, સાથે નસિર જમશેદની પત્ની પણ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
