Bhupendrasinh Zala scam : શુભમન ગીલને જવુ પડી શકે છે જેલ, ભુપેન્દ્રસિંહ ઝાલાના તાર ઘણા ક્રિકેટરો સુધી લંબાયા
Shubhman Gill Chit Fund Case : ગુજરાતમાંથી 6 હજાર કરોડનું ફુલેકુ ફેરવનારા કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલા કેસના તાર ભારતીય ક્રિકેટ ટીમ સુધી લંબાયા છે.
અહેવાલો અનુસાર, આ કૌભાંડમાં ઘણા ક્રિકેટરોના રૂપિયા રોકાયા હોવાના ખુલાસા થયા છે. જાણકારોનું માનીએ તો તપાસનો રેલો બહુ જલ્દી તેમના સુધી પહોંચી શકે છે.

સમાચારો અનુસાર, ગુજરાત સીઆઈડીએ 4 ક્રિકેટરોને સમન્સ મોકલ્યા છે. આ લિસ્ટમાં શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા અને સાઈ સુદર્શનના નામ સામેલ છે. આ કેસમાં આ ક્રિકેટરોની ધરપકડ પણ થઈ શકે છે.,
ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આચરનાર ભૂપેન્દ્ર સિંહ ઝાલાની તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછમાં આ ક્રિકેટરોના નામ ખુલ્યા છે. તેણે ખુલાસો કર્યો કે આ ચાર ક્રિકેટરોએ રોકાણ કરેલા પૈસા પરત લીધા નથી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરનાર શુભમન ગીલે આ ફ્રોડ સ્કીમમાં 1.95 કરોડનું રોકાણ કર્યું છે.
તેના સિવાય અન્ય ત્રણ ક્રિકેટરોએ તેમના કરતા ઓછી રકમનું રોકાણ કર્યું હતું. CIDના અધિકારીઓએ રૂષિક મહેતાની ધરપકડ કરી છે, જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ખાતા સંભાળતો હતો.
અહેવાલો અનુસાર, જો આ મામલામાં રૂષિક મહેતા દોષિત સાબિત થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. એક ટીમ તૈયાર કરાઈ છે જે ઝાલા દ્વારા સંચાલિત અનૌપચારિક એકાઉન્ટ બુક્સ અને વ્યવહારોની તપાસ કરી રીહ છે.
બીજી તરફ આ કૌભાંડને લઈને ઘણા સવાલો ઉભા થયા છે. એક સમયે આ આંકડો 6 હજાર કરોડનો હતો તે અચાનક ઘટીને 450 કરોડનો થઈ ગયો છે. જો કે તપાસમાં હજુ આકંડો મોટો થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
