ટીકાઓ અને વિવાદો છતાં જાડેજા બની ગયો આંખોનો તારો

પહેલીવાર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થયેલા જાડેજાનું પ્રદર્શન એટલું સારું રહ્યું કે તેને ચોથી ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો, પરંતુ જાડેજાની આ સફર એટલી સહેલી પણ નથી રહી. આઇપીએલમાં શેન વોર્નની શોધ મનાતા જાડેજાએ રાજસ્થાનની ટીમથી શરૂઆત કરી હતી.
જો કે, પહેલા ક્રિકેટર્સ હશે જેને આઇપીએલમાં એક સત્ર માટે પ્રતિબંધિત પણ કરવામાં આવ્યો કારણ કે, તે એક ટીમમાં હોવા છતાં પણ અન્ય ટીમ સાથે પૈસા અંગે વાતચીત કરી રહ્યો હતો. એક સત્રમાં તે ક્રિકેટ નહીં રમી શક્યા ત્યારબાદ જ્યારે તે ચેન્નાઇની ટીમમાં સામેલ થયો તો સૌથી વધારે બોલી સાથે. બોલી લગાવાઇ હતી 20 લાખ અમેરિકન ડોલરની.
વર્ષ 2009માં વનડે ટીમમાં સામેલ થયેલા જાડેજાને કામનો ખેલાડી માનવામાં આવે છે, એટલે કે તેની પાસે જે કંઇ પણ કરાવી લો, સ્પિન બોલિંગ કે પછી બેટિંગ પણ, પરંતુ ટીકાકારો કહે છે કે ના તો તેની બોલિંગ વેધક છે અને ના તો બેટિંગમાં કોઇ ખાસ દમ છે.
પરંતુ જો તેના રેકોર્ડને જોવામાં આવે તો કોઇ ખોટુ નથી, રણજી ક્રિકેટમાં તેણે ત્રણ ત્રેવડી સદીઓ લગાવી છે, જીહાં, ત્રેવડી સદીના કારણે જ કદાચ તેનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો. નોંધનીય છે કે રણજીમાં ત્રણ ત્રેવડી સદી એકપણ ભારતીય ખેલાડીએ ફટકારી નથી.
ઇંગ્લેન્ડ વિરુદ્ધ 2012માં જ્યારે ટીમમાં સામેલ કરવામાં આવ્યો તો લોકોએ કહ્યું કે સુકાની ધોનીની ચેન્નાઇની આઇપીએલની ટીમમાં છે એટલે તેને સ્થાન મળ્યું પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેણે પોતાનું મહત્વતા સાબિત કરી દીધી.
વનડે મેચોમાં જોવામાં આવે તો જાડેજાએ 65 મેચોમાં એક હજારથી વધારે રન બનાવ્યા છે. જેમાં છ અડધ સદી છે અને સર્વાધિક રન 78 છે. એ પણ ત્યારે જાડેજા છઠ્ઠા અને સાતમા નંબરે બેટિંગ કરવા માટે આવે છે. તેની બેટિંગ એવરેજ 30.23 છે જે ખરાબ માની શકાય નહીં. બોલિંગની વાત કરીએ તો 65 વનડે મેચોમાં તેણે 70 વિકેટ લીધી છે અને ઇકોનોમી રેટ 4.78નો છે.
પાંચ ટેસ્ટ મેચોમાં જાડેજાએ 97 રન બનાવ્યા છે અને એવરેજ 19.40ની છે. બોલિંગની વાત કરીએ તો તેણે અત્યારસુધી 27 વિકેટ લીધી છે. ઇકોનોમી રેટ 2.03નો રહ્યો છે. બની શકે છે કે આ આંકડા કોઇ મોટી વાત નથી, પરંતુ તેમને જણાવી દઇએ કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં જાડેજાએ ઓસ્ટ્રેલિયાના સુકાની અને સૌથી ખતરનાક બેટ્સમેન માઇકલ ક્લાર્કને પાંચ વાર આઉટ કર્યો છે.
જ્યારે જાડેજા વોર્ન સાથે રાજસ્થાન માટે રમતો હતો ત્યારે શેન વોર્નએ અમસતા જ જાડેજાને રોકસ્ટાર નહીં કહ્યો હોય કંઇક તો વિચાર્યું જ હશે ને. વોર્ન અનુસાર જાડેજાની સૌથી ખાસ વાત એ છે કે તેને પોતાનામાં વિશ્વાસ છે. અને કદાચ તેના જ કારણે ટીકાઓ અને વિવાદો છતાં આજે જાડેજા લોકોની આંખોનો તારો બની ગયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
