IPL-7માં ખરાબ સુકાની રહ્યો વિરાટ કોહલી
નવી દિલ્હી, 27 મેઃ આઇપીએલ 7માં વિરાટ કોહલીનું નેતૃત્વ ખરાબ રહ્યું. આઇપીએલ 7માં કોહલીને 14માંથી 9માં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે અને તેમની જીતની ટકાવારી 35.71 ટકા રહી. જ્યારે આ પહેલા તેમની જીતની ટકાવારી 56 હતી. નોંધનીય છેકે આઇપીએલ 6માં કોહલીનું નેતૃત્વ સફળ થવા પાછળનું કારણ તેની બેટિંગ પણ હતી. આઇપીએલ 6માં કોહલીએ 45.28ની એવરેજથી 634 રન બનાવ્યા હતા, જેમાં 99 રનોની ઇનિંગ સહિત છ અડધી સદી સામેલ હતી, જ્યારે આઇપીએલ 7માં કોહલી 27.61ની એવરેજથી 359 રન જ બનાવી શક્યો હતો.
કોહલીએ આઇપીએલમાં અત્યારસુધી 39 મેચોમા નેતૃત્વ કર્યું છે, જેમાં તેને 19માં જીત અને 17માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બે મેચ ટાઇ રહી અને એક રદ થઇ હતી. આઇપીએલમાં કોહલીએ આ પ્રકારે 52.63 ટકા સફળતા હાંસલ કરી છે. આઇપીએલના હાલના સુકાનોમાં સફળતાની દ્રષ્ટીએ કોહલી પાંચમાં ક્રમાકે છે.
ધોનીએ 109 મેચોમાં નેતૃત્વ કરી લીધું છે અને ગંભીરનો નેતૃત્વ અનુભવ 77 મેચ થઇ ચૂક્યો છે. ધોની, ગંભીર બાદ સૌથી વધુ મેચોમાં નેતૃત્વ કરવાનો અનુભવ કોહલી પાસે છે. વિરાટ કોહલીનું નેતૃત્વ એટલા માટે પણ મહત્વનું છે, કારણ કે તેને ભારતીય ક્રિકેટના ભવિષ્યના સુકાની તરીકે જોવામાં આવે છે. કોહલી એક સારો ખેલાડી છે, પરંતુ તેની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સનું આ પ્રદર્શન અનેક બાબતે તેની નેતૃત્વ ક્ષમતા પર પ્રશ્નો ઉઠાવે છે. તો ચાલો આઇપીએલના ટોપ પાંચ સુકાનીઓની ટકાવારી તસવીરો થકી જોઇએ.

જોર્જ બેલી
સુકાનીઃ- કિંગ્સ ઇલેવન પંજાબ
ટકાવારીઃ- 78.57 ટકા

રોહિત શર્મા
સુકાનીઃ- મુંબઇ ઇન્ડિયન્સ
ટકાવારીઃ- 62.96 ટકા

મહેન્દ્ર સિંહ ધોની
સુકાનીઃ- ચેન્નાઇ સુપર કિંગ્સ
ટકાવારીઃ- 61.11 ટકા

ગૌતમ ગંભીર
સુકાનીઃ- કોલકતા નાઇટ રાઇડર્સ
ટકાવારીઃ- 57.79 ટકા

વિરાટ કોહલી
સુકાનીઃ- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ટકાવારીઃ- 52.63
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ








Click it and Unblock the Notifications
