મોહાલી ટેસ્ટ: ભારતીય બોલરો સામે કાંગારુ પરાસ્ત, 273/7

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કાંગારુ ટીમને જાડેજાએ શરૂઆતી બે ઝટકા આપ્યા હતા. 139ના સ્કોર પર ઓસ્ટ્રેલિયાને રવિન્દ્રસિંહ જાડેજાએ પ્રથમ ઝટકો આપ્યો. જાડેજાએ વોર્નરને 71 રન પર ધોનીના હાથે કેચ કરાવી દીધો. ત્યારબાદ જાડેજાએ જ માઇકલ ક્લાર્કને શૂન્ય રને આઉટ કર્યો, ધોનીએ તેને સ્ટમ્પિંગ કરી પેવેલિયનભેગો કરી દીધો.
ત્યારબાદ કાંગારૂ ટીમને ત્રીજો ઝટકો ફિલીપ્સ હગ્સના રૂપે લાગ્યો. પ્રજ્ઞાન ઓઝાની ઓવરમાં ધોનીએ કેચ પકડી ફિલીપ્સને પેવેલિયનભેગો કરી દીધો હતો. હાલમાં ઓસ્ટ્રેલિયા 3 વિકેટના નુકસાને 175 રન પર રમી રહ્યું છે.
ભારતની સામે ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં આજે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી કોવન અને વોર્નર ઓપનિંગ કરવા મેદાનમાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ લંચબ્રેક સુધી એક પણ વિકેટ ગુમાવ્યા વગર 109 રન બનાવી લીધા હતા.
આ પહેલા ગઇકાલે ત્રીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદને ભેંટ ચડી ગયા હતો, જોકે ઓસ્ટ્રેલિયા માટે પોતાના ચાર ખેલાડીઓની ગેરહાજરીમાં ચાર દિવસની રમત થોડી ફાયદાકારક રહેશે એવું વિશ્લેષકોનું માનવું છે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં બ્રાડ હાડિન, મિશેલ ક્ટાર્ક, સ્ટીવન સ્મિથ અને નાથન લિયોનને ઘાયલ મેથ્યુ વેડ, બહાર કરાયેલા જેમ્સ પેન્ટિસન, શેન વોટસન અને ગ્લેન મેક્સવેલના બદલે ટીમમાં સામેલકરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભારતીય ટીમમાં વિરેન્દ્ર સહેવાગ અને હરભજનસિંહના સ્થાને શિખર ધવન અને પ્રજ્ઞાન ઓઝાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
