Athletics Championship: સિદ્ધાર્થ ચૌધરીએ ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ, વિદેશમાં લહેરાવ્યો ભારતનો તિરંગો
સાઉથ કોરિયામાં ચાલી રહેલી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓમાં આગ લાગી છે. સોમવારે આ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિદ્ધાર્થ ચૌધરીએ 19.52 મીટરના થ્રો સાથે શોટ પુટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આટલી નાની ઉંમરમાં આવી સિદ્ધિ મેળવનાર તે ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે.

સિદ્ધાર્થ ચૌધરીએ એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે જોરદાર પ્રદર્શન કર્યું હતું. સિદ્ધાર્થ ચૌધરીએ 19.52 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ, તેણે જુનિયર સ્તરે 19.11 મીટરનો વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. જેનો રેકોર્ડ તેણે એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તોડી નાખ્યો છે.
એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના બીજા દિવસે, ભારત તેમના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે મેડલ ટેલીમાં ત્રીજા સ્થાને રહ્યું. ભારત પહેલા ચીન અને જાપાનની ટીમ છે. જાપાન અત્યાર સુધીમાં આઠ ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યું છે. જ્યારે ચીન પાંચ ગોલ્ડ, ત્રણ સિલ્વર, બે બ્રોન્ઝ સાથે બીજા નંબર પર છે. આ સાથે જ ભારતના ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ છે.
બીજી તરફ ભારતીય શૂટર ધનુષ શ્રીકાંત ISSF જુનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો છે. ધનુષે 24-શોટ ફાઇનલમાં 249.4નો સ્કોર કરીને સ્વીડનના સિલ્વર મેડલ વિજેતા પોન્ટસ કાલિનને 1.3 પોઈન્ટ પાછળ છોડી દીધા હતા.
🏃 ASIAN U20 ATHLETICS CHAMPIONSHIPS 🏃♀️
— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) June 5, 2023
Day 2:
SP♂️: Siddharth Choudhary 🥇- 19.52m
JT♂️: Shivam Lohakare🥈- 72.34m
800m♂️: Shakeel🥉- 1:49.792
3000mSC♂️: Sharuk Khan🥈-
8:51.742
LJ♀️: Susmita🥈- 5.96m
4x400m Mixed: 🥉- 3:30.129
100m♀️: Abhinaya Rajarajan 4️⃣th- 11.90s pic.twitter.com/515XHLYGmB
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
