Asian Games 2023 : ફૂટબોલમાં ભારતની રોમાંચક જીત, સુનીલ છેત્રીના શાનદાર ગોલે બાજી પલટી
ભારતના ફૂટબોલ સ્ટાર સુનીલ છેત્રીએ ફરી એક વખત કમાલ કરતા એશિયન ગેમ્સમાં ભારતને શાનદાર જીત અપાવી છે. ભારતે બાંગ્લાદેશને હરાવીને 1-0થી મેચ જીતી લીધી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલો આ મુકાબલો જોરદાર રોમાંચ અને ભારતની જીત સાથે સમાપ્ત થયો. મુકાબલમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. મેચની 85મી મિનિટ સુધી કોઈપણ ટીમ ગોલ કરી શકી ન હતી પરંતુ ભારતે અંતિમ ક્ષણોમાં બીજી મારી લીધી.

સુનીલ છેત્રી આ મેચમાં ભારત માટે એકમાત્ર ગોલ કરવામાં સફળ રહ્યો. છેત્રીએ 85મી મિનિટે પેનલ્ટી પર ગોલ કરીને ભારતને લીડ અપાવી. આ પછી બાકીની થોડી મિનિટોમાં બાંગ્લાદેશના ખેલાડીઓને ગોલ કરતા અટકાવવામાં આવ્યા. આ રીતે ભારત બાંગ્લાદેશ સામેની આ ફૂટબોલ મેચમાં શાનદાર જીત મેળવવામાં સફળ રહ્યું.
મેચની શરૂઆતથી જ બંને ટીમના ખેલાડીઓએ એકબીજાને જોરદાર ટક્કર આપી. પહેલા હાફમાં બાંગ્લાદેશની ટીમ સારા લયમાં જોવા મળી રહી અને ભારતીય ખેલાડીઓ પર દબાણ બનાવી રહી હતી. મેચની પ્રથમ 20 મિનિટમાં બાંગ્લાદેશના ખેલાડીઓ ભારતીય ખેલાડીઓ પર સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવી રહ્યા હતા.
જણાવી દઈએ કે, 19 સપ્ટેમ્બરે ભારતે હાંગઝોઉમાં ગ્રુપ A મેચમાં યજમાન પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના સામે 5-1થી હાર સાથે એશિયન ગેમ્સ 2023 અભિયાનની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ સામેની આ મેચ ભારત માટે ઘણી મહત્વની હતી.
પ્રથમ મેચમાં મ્યાનમારે બાંગ્લાદેશને હરાવ્યું હતું. આ રીતે એશિયન ગેમ્સમાં બાંગ્લાદેશની આ સતત બીજી હાર છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
