Asian Games 2023 : ગુરૂવારનો દિવસ ભારત માટે કેવો રહ્યો? જાણો આજે ખાતામાં કેટલા મેડલ આવ્યા?
એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જારી છે. આજે ભારતીય ટીમે ત્રણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા. તીરંદાજીમાં ભારતનો દબદબો જોવા મળ્યો તો કમ્પાઉન્ડ ઈવેન્ટમાં મહિલા અને પુરૂષ ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યા.
જણાવી દઈએ કે, આ તમામ મેડલ સાથે ભારત પાસે હવે 21 ગોલ્ડ સહિત કુલ 86 મેડલ છે. ભારત મેડલ ટેબલમાં ચોથા સ્થાને છે.

તીરંદાજી
મહિલા કમ્પાઉન્ડ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો. જ્યોતિ વેન્નમ, અદિતિ સ્વામી અને પ્રનીત કૌરે ચીની તાઈપેને હરાવ્યુ. પુરુષોની તીરંદાજીમાં ભારતને ગોલ્ડ મળ્યો. ઓજસ દેવતલે, અભિષેક વર્મા, પ્રથમેશ જાવકરની ટીમે ફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું.
બેડમિન્ટન
મહિલા સિંગલ્સમાં ભારતે મોટો ફટકો લાગ્યો છે. ભારતીય ખેલાડી પીવી સિંધુને હારનો સામનો કરવો પડ્યો. સિંધુ ચીનની બિંગજિયાઓ સામે હારી. એચએસ પ્રણોયે સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. સાત્વિક અને ચિરાગની જોડીએ સેમિફાઇનલમાં જગ્યા બનાવીને મેડલ પાક્કો કર્યો.
કબડ્ડી
પુરુષોની કબડ્ડી ટીમને જાપાનને હરાવીને સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે વિપક્ષી ટીમને 56-28ના માર્જીનથી હરાવ્યું. ટીમ ઈન્ડિયાનો મેડલ કન્ફર્મ છે.
સ્કોચ
અહીં ભારતનું વર્ચસ્વ રહ્યું. દીપિકા અને સૌરવે મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય જોડીએ મલેશિયાની જોડીને હરાવી. સૌરવ ઘોષાલને મેન્સ સિંગલ્સમાં સિલ્વર મેડલ મળ્યો, તે ફાઇનલમાં મલેશિયાના ઇયાન યો સામે હાર્યો.
હોકી
મહિલા હોકીમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો. ભારતને સેમિફાઇનલમાં ચીન સામે 0-4થી હારનો સામનો કરવો પડ્યો.
બોક્સિંગ
ભારતની અંતિમ પંખાલે મહિલા બોક્સિંગ 53 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યો.તેની સામે મોંગોલિયાની બોક્સરને હાર મળી.
ચેસ
ભારતીય પુરૂષ ટીમે 7માં રાઉન્ડમાં વિયેતનામને હરાવીને જીત મેળવી. મહિલા ટીમ જીતી શકી ન પરંતુ કઝાકિસ્તાનની ટીમ સામે ડ્રો કરવામાં સફળ રહી.
કુસ્તી
કુસ્તીમાં ભારતને મેડલ ગુમાવવો પડ્યો. 57 કિલોગ્રામ મહિલા કુસ્તીમાં ભારતની માનસીને ઉઝબેકિસ્તાનની કુસ્તીબાજ સામે હારનો સામનો કરવો પડ્યો. આ બ્રોન્ઝ મેડલ મેચ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
