એશિયન ગેમ્સ 2018: મહિલા કબડ્ડીમાં ભારતને હરાવનાર ભારતીય મહિલા
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમને હરાવનાર ટીમ ઈરાનની કોચની કહાની રસપ્રદ છે. ભારતના એકહથ્થુ શાસનને ખતમ કરવા પાછળ પણ ભારતીય મહિલાનો જ હાથ છે.
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમને હરાવનાર ટીમ ઈરાનની કોચની કહાની રસપ્રદ છે. ભારતના એકહથ્થુ શાસનને ખતમ કરવા પાછળ પણ ભારતીય મહિલાનો જ હાથ છે. ઈરાનની કોચ ભારતીય મૂળની શૈલજા જૈન રમત માટે એટલી ઝનૂની હતી કે પોતાની 9 મહિનાની બાળકીને સ્તનપાન કરાવવાનું પણ છોડી દેતી હતી. બે વર્ષ પહેલા શૈલજાના દિમાગમાં આ વાત આવી કે તેમની ભારતીય નાગરિકતા તેમને ભારત ઉપરાંત કોઈ અન્ય દેશમાં પણ નવી ઉંચાઈઓ સર કરતા ન રોકી શકે.

શુક્રવારે ફાઈનલમાં ભારતીય ટીમ તેમને ખલનાયિકા તરીકે દેખાઈ રહી હતી. શૈલજા પોતે કહે છે કે તે આ ઐતિહાસિક ક્ષણમાં ભારતની મદદ કરી શકતી હતી પરંતુ ભારતીય ટીમનું વલણ ઘણુ નિરાશાજનક હતુ. તે ભારત સામે મોટા ગુનેગાર તરીકે દેખાઈ રહી હતી. મહારાષ્ટ્રની રહેવાસી શૈલજા કહે છે કે તે ઈરાનના કેટલાક ઈસ્લામિક નિયમો અંગે ચિંતિત હતી પરંતુ તેમને ત્યાં બધુ જ મનમરજી મુજબનું મળ્યુ. પોષાક માટે થોડા પ્રતિબંધો છે પરંતુ તેમને સલવાર સૂટ સાથે ઓઢણી લેવાની આઝાદી છે.
શૈલજા કહે છે કે તે ભારતમાં પણ કોચિંગ આપી શકે છે પરંતુ કોઈની દખલઅંદાજી વિના. ઈરાનની ટીમમાં એ જ 12 ખેલાડીઓની ટીમ આવે છે જેને પસંદ કરીને તે અંતિમ સમયમાં હસ્તાક્ષર કરે છે. નાગપુરમાં જન્મેલી શૈલજા ખો-ખો, કબડ્ડી જેવી રમતો જોતા જોતા મોટી થઈ. તેમના લગ્ન એક મધ્યમવર્ગીય પરિવારના વ્યક્તિ સાથે થયા. તેમના પતિએ તેમને કબડ્ડી રમવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમના પિતાએ તેમને પૈસાની મદદ કરી અને તેમણે રાષ્ટ્રીય રમત સંસ્થામાં ટ્રેનિંગ બાદ લગભગ 300 રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓને પ્રશિક્ષણ આપ્યુ. 2014 માં તે ત્યાંથી રિટાયર થયા. ઈરાનની તેમના પર નજર હતી. દાયકા પહેલાના તેમના એક ઈન્ટરવ્યુથી ઈરાનની ટીમ તેમને કોચ બનાવવા ઈચ્છતી હતી.
શૈલજાને ઈરાનની છોકરીઓ પસંદ છે જેનું કારણ છે તેમની ફિટનેસ અને તેમનું અનુશાસન. શૈલજાએ જણાવ્યુ કે, 'મેચ કે અભ્યાસ પહેલા ટીમ મેટને માથે લગાવે છે. તેમણે આ આદત અપનાવી લીધી છે. આમાં કોઈ ધાર્મિક દ્રષ્ટિકોણ નથી. તે આવુ સમ્માન આપવા કરવા માટે કરે છે. હું પણ ગ્રાઉન્ડમાં જતા પહેલા તેને માથે લગાવુ છુ. આ તેના પ્રત્યે સમ્માન દર્શાવવા માટે કરવામાં આવે છે જેણે આપણને જીવનમાં બધુ જ આપ્યુ. આ છોકરીઓએ મારી પાસેથી જ શીખ્યુ અને હવે તે પણ તેમ જ કરે છે. શૈલજા કહે છે કે તેમને ભારતને ટ્રેનિંગ આપવામાં કોઈ વાંધો નથી. તે હવે ચેમ્પિયન કબડ્ડી ટીમની કોચ છે પરંતુ તે ભારતને પ્રેમ કરે છે, ભારત તેમનો દેશ છે અને તે કબડ્ડીને પણ પ્રેમ કરે છે.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
