અમન સરહાવતે ઇતિહાસ રચ્યો, કુસ્તીમાં ભારતને ઓલિમ્પિક કોટા અપાવ્યો
ભારત માટે કુસ્તીમાં શાનદાર સમાચાર સામે આવ્યા છે. અમન સેહરાવતે અપેક્ષાઓ પર ખરા ઉતરતા પુરુષ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગમાં પેરિસ ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો છે.
સ્ટાર રેસલર દીપક પુનિયા શનિવારે વર્લ્ડ ક્વોલિફાયર્સમાં પ્રથમ રાઉન્ડમાં કારમી હાર બાદ ક્વોલિફિકેશન રેસમાંથી બહાર થઈ ગયો હતો.

અંડર-23 વર્લ્ડ ચેમ્પિયન અને સિનિયર એશિયન ચેમ્પિયનશિપ વિજેતા અમન પાસેથી 57 કિગ્રામાં મજબૂત પ્રદર્શનની અપેક્ષા હતી અને તેને નિરાશ નથી કર્યા. અમનને ભારતને શરમમાંથી પણ બચાવ્યું છે.
આ પહેલા કોઈ પુરુષ રેસલર પેરિસ ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરી શક્યો નથી. અમન છત્રસાલ સ્ટેડિયમમાં તાલીમ લે છે, તેણે તેની ત્રણેય મેચો ડબલ ડિજિટ સ્કોરથી જીતી છે, જેમાંથી બે ટેકનિકલ શ્રેષ્ઠતા દ્વારા હતી. યુક્રેનના આન્દ્રે યાત્સેન્કોને હરાવતા પહેલા તેણે જોઝી વેલેન્ટિનોવને 10-4થી હરાવ્યો હતો.
સુજીત કલ્કલે 65 કિલોમાં ઉઝબેકિસ્તાનના ઉમિદઝોન જાલોલોવ સામે 3-2થી જીત નોંધાવી અને ત્યારબાદ ટેકનિકલ શ્રેષ્ઠતા દ્વારા કોરિયાના જુનસિક યુનને હરાવ્યો. સુજીતે ક્વાર્ટર ફાઇનલમાં કેનેડાના લચલાન મોરિસને 10-0થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. પરંતુ તે એશિયન ગેમ્સ ચેમ્પિયન અને એશિયન ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા મંગોલિયાના તુલગા તુમુર ઓચિર સામે 1-6થી હારી ગયો.
ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ ઓછા અંતરથી ચૂકી ગયેલ પુનિયા (86 કિગ્રા) ચીનના શક્તિશાળી જુશેન લિન સામે લીડ લેવા છતાં પ્રથમ મેચમાં 4-6થી હાર્યો.
ભારતીય ટીમના સૌથી અનુભવી કુસ્તીબાજ પુનિયાએ પ્રથમ ગાળામાં 3-0ની સરસાઈ મેળવી હતી. ચીનના કુસ્તીબાજે પુનરાગમન કર્યું અને સ્કોર 4-3 કર્યો અને અંતે વિજય નોંધાવવામાં સફળ રહ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
