ક્રિકેટ સાથે એક્ટિંગ પર હાથ અજમાવી ચુક્યા છે આ ક્રિકેટર, હવે બોલિવૂડ ડેબ્યૂની તૈયારીમાં છે આ ખેલાડી.
બોલિવૂડ અને ક્રિકેટનો જૂનો નાતો છે. ઘણા બધા ક્રિકેટરોએ બોલિવૂડ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે તો ઘણા બધા ક્રિકેટરો ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.
બોલિવૂડ અને ક્રિકેટનો જૂનો નાતો છે. ઘણા બધા ક્રિકેટરોએ બોલિવૂડ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે તો ઘણા બધા ક્રિકેટરો ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. હવે ભારતીય ટીમમાં ગબ્બરના નામથી ફેમસ શિખર ધવન બોલિવૂડમાં એન્ટ્રી કરવા તૈયાર છે. તે ફિલ્મ ડબલ એક્સેલમાં હુમા કુરેશી સાથે જોવા મળશે. આ જે અમે તમને એ ખેલાડીઓની વાત કરવાના છીએ, જે બોલિવડ ફિલ્મોમાં જોવા મળ્યા છે.

શિખર ધવન
શિખર ધવન ટૂંક સમયમાં અભિનેત્રી હુમા કુરેશી અને સોનાક્ષી સિન્હા સાથે ફિલ્મ ડબલ એક્સએલ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં શિખર હુમા સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મ 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ઈરફાન પઠાણ
ઈરફાન પઠાણે આ વર્ષે સાઉથની ફિલ્મ કોબરાથી પોતાના અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ઈરફાન સાઉથના સુપરસ્ટાર ચિયાન વિક્રમ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળ્યો હતો.

એમએસ ધોની
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફિલ્મ હૂક યા ક્રૂકમાં જેનેલિયા ડિસોઝા, જોન અબ્રાહમ, કે કે મેનન અને શ્રેયસ તલપડે સાથે જોવા મળ્યો હતો છે. આ ફિલ્મ ડેવિડ ધવને ડિરેક્ટ કરી હતી.

શ્રીસંત
ભૂતપૂર્વ ભારતીય બોલર એસ. શ્રીસંત ફિલ્મ અક્સર 2માં અભિનય માટે હાથ અજમાવતો જોવા મળ્યો હતો. ક્રિકેટમાં પ્રતિબંધ બાદ તેણે ઘણી હિન્દી અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું.

હરભજન સિંહ
ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ બોલર હરભજન સિંહ તમિલ ફિલ્મ ફ્રેન્ડશિપમાં જોવા મળ્યો હતો. આ સિવાય તેણે સલમાન ખાનની ફિલ્મ મુઝસે શાદી કરોગીમાં પણ કામ કર્યું છે.

વિનોદ કાંબલી
વિનોદ કાંબલીએ ફિલ્મ અનર્થથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં વિનોદ સંજય દત્ત સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા હતા.

સુનીલ ગાવસ્કર
સુનીલ ગાવસ્કર ફિલ્મ માલામલમાં એક્ટિંગ કરતા જોવા મળ્યા હતા. આ સિવાય તેણે મરાઠી ફિલ્મ સાવલીમાં પણ એક પાત્ર ભજવ્યું છે.

નવજોત સિંહ સિદ્ધુ
ફેમસ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ સલમાન ખાન અને અક્ષય કુમારની ફિલ્મ 'મુઝસે શાદી કરોગી'માં કોમેન્ટ્રી કરતા જોવા મળ્યા હતા. આ સિવાય તે 'ધ કપિલ શર્મા શો'નો પણ ભાગ રહી ચૂક્યા છે.

અજય જાડેજા
અજય જાડેજાએ સુનીલ શેટ્ટી સાથે ફિલ્મ ખેલમાં અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી, જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી.

કપિલ દેવ
કપિલ દેવ ચેન કુલી કી મૈન કુલીથી લઈને મુઝસે શાદી કરોગી જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. તાજેતરમાં કપિલ પોતાના પર બનેલી બાયોપિક ફિલ્મ 83માં પણ જોવા મળ્યા હતા.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
