ભારતના સૌથી સફળ સુકાની ધોનીની 7 સિદ્ધિ
7 જુલાઇના રોજ ભારતના સૌથી સફળ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ દિવસ હતો. હાલ સ્નાયુઓ ખેંચાવાના કારણે ક્રિકેટ પીચથી દૂર રહેલા ધોનીને દેશભરમાંથી જન્મદિનની શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ધોનીએ પણ પોતાના તમામ ચાહકોને આભાર વ્યક્ત કર્યો હતો. ટીમ ઇન્ડિયાનો હિસ્સો બન્યા બાદ ધોનીએ દરરોજ ક્રિકેટ વિશ્વમાં પોતાની સિદ્ધિ અને ઉપાધીના ગ્રાફને વધાર્યો છે.
ત્યારે આજે અમે અહી એવી જ કેટલીક સિદ્ધિઓ અંગે જણાવી રહ્યાં છીએ કે જેને હાંસલ કરીને ધોની ભારતનું ગૌરવ અનેકગણું વધાર્યું છે. ટી20 વિશ્વકપ હોય, 2011નો વિશ્વકપ હોય કે પછી 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી, ધોનીએ ભારતનું ગૌરવ વિશ્વ ક્રિકેટમાં વધાર્યું છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે ધોનીની કેટલીક સિદ્ધિઓ પર નજર ફેરવીએ.

મહત્વના ત્રણ ટાઇટલ જીતનાર સુકાની
ભારતીય ક્રિકેટ ટીમના સફળ સુકાની તરીકે ટોચ પર જો કોઇનું નામ હોય તો તે ધોનીનું છે. સુકાની બન્યા બાદ ધોનીએ ભારતને પહેલા ટી20 વિશ્વકપ, 2011નો વિશ્વકપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજય અપાવ્યો હતો, આ સાથે જ તે વિશ્વનો એક એવો સુકાની બની ગયો હતો કે જેના નેતૃત્વ હેઠળ કોઇ દેશની ટીમે આ ત્રણેય ટાઇટલ જીત્યા હોય.

સૌથી વધુ સિક્સર
મહેન્દ્ર સિંહ ધોનીએ એક ઇનિંગમાં 10 છગ્ગાઓ ફટકારીને નવી સિદ્ધિ હાંસલ કરી હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર તે પહેલો ભારતીય અને વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો હતો. તેના પહેલા સનથ જયસુર્યા અને શાહિદ આફ્રિદી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

સાતમાં ક્રમે આવીને સદી
ધોનીએ આફ્રો-એશિયા કપ 2007માં અણનમ 139 રન આફ્રિકા ઇલેવન સામે ફટકાર્યા હતા. આ સાથે જ સાતમા ક્રમે સૌથી વધુ રન ફટકારવાની સિદ્ધિ તેના નામે ચઢી ગઇ હતી.

42 વર્ષ બાદ ન્યુઝિલેન્ડમાં વનડે શ્રેણી વિજય
2009માં તેના નેતૃત્વ હેઠળ ભારતે પહેલીવાર ન્યુઝિલેન્ડ સામે તેના જ હોમ ગ્રાઉન્ડમાં વનડે શ્રેણી હરાવી હતી. 42 વર્ષ પહેલા ભારતે ન્યુઝિલેન્ડમાં માત્ર એક ટેસ્ટ શ્રેણી જ જીતી હતી, ત્યારબાદ ન્યુઝિલેન્ડમાં એકપણ શ્રેણી ભારત જીતી શક્યું નહોતું.

સતત નવ વનડેમાં વિજય
ધોનીના નામે વધુ એક સિદ્ધિ છે અને એ છે સતત નવ વનડેમાં વિજય મેળવવાની. આ ઉપરાંત 24 ટેસ્ટમાં વિજય સાથે ધોની વિશ્વનો સૌથી સફળ ટેસ્ટ સુકાની પણ બની ગયો હતો. તેણે સૌરવ ગાંગુલીના 21 ટેસ્ટ વિજયના રેકોર્ડને તોડી નાંખ્યો હતો.

આ સિદ્ધિ મેળવનાર છઠ્ઠો વિકેટકીપર
125 કેચ, 40 સ્ટમ્પિંગ અને 4000 રન. ધોની આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો છઠ્ઠો વિકેટકીપર બની ગયો હતો. ધોની પહેલા એડમ ગિલક્રિસ્ટ, એન્ડી ફ્લાવર, એલેક સ્ટેવર્ટ, માર્ક બાઉચર અને કુમાર સંગાકારાએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. ધોનીએ આ સિદ્ધિ માત્ર 114 ઇનિંગમાં જ હાંસલ કરી લીધી હતી.

આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ સુકાની
પાકિસ્તાન સામે 30 ડિસેમ્બર 2012ના રોજ સાતમા ક્રમે આવીને સદી ફટકારીને ધોનીએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી દીધી હતી. સાતમા ક્રમે બેટિંગ કરીને સદી ફટકારનાર તે વનડે ક્રિકેટનો પહેલો સુકાની બની ગયો હતો. આ ઉપરાંત ધોનીના નામે બીજી એક સિદ્ધિ પણ બોલે છે. એક જ દિવસમાં ડબલ સદી ફટકારનાર તે વિશ્વનો પહેલો વિકેટકીપર પણ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
