સ્વાદથી ભરપૂર અને પૌષ્ટિક પાલક કઢી આ રીતે બનાવશો તો બધા તમારા વખાણ કરશે
સ્વાદ અને પોષણથી ભરપૂર શિયાળામાં સહુની મનપસંદ પાલક કઢી આ રીતે બનાવો. ફટાફટ બની જશે.
Palak Kadhi: ખીચડી કે બાજરીના રોટલા સાથે કઢી મારુ તો પ્રિય ભોજન છે. એમાંય જો કઢી પાલકની હોય તો પૂછવુ જ શું. આજની આ રેસિપી કંઈક આવી જ છે. સ્વાદનો ખજાનો અને પોષણથી ભરપૂર પાલકની કઢીમાં ખૂબ જ આયર્ન અને મિનરલ્સ હોય છે. પાલકની કઢીને સવારે બાજરીના રોટલા કે ભાત સાથે, ડિનરમાં ખીચડી સાથે પીરસી શકાય છે. આને બનાવવાની આ રીત એટલી સરળ છે કે નાના છોકરાઓ પણ બનાવી લેશે. તો આવો જાણીએ આ સરળ રીત.

4 સભ્યો માટે
તૈયારીનો સમય -15 મિનિટ
બનાવવાનો સમય - 20 મિનિટ
સામગ્રી
- પાલકના પાન - 30-35
- ખાટુ દહીં - 1 કપ
- ચણાનો લોટ - 2 ચમચી
- તેલ - 2 ચમચી
- લીલા મરચાં - 2-3
- આદુ - 1 ઇંચનો ટુકડો
- સૂકા લાલ મરચાં - 4-5
- ડુંગળી - 1
- જીરુ - 1 ચમચી
- મીઠુ - સ્વાદ મુજબ
- હળદર પાવડર - એક ચપટી
પાલકની કઢી બનાવવાની રીત
- સૌ પ્રથમ ચણાનો લોટ, દહીં અને બે કપ પાણીને બરાબર હલાવી લો.
- ત્યારબાદ એક નૉન સ્ટિક પેનમાં તેલ ગરમ કરો.
- પછી લીલા મરચાં, 10-12 પાલકના પાન અને આદુને થોડુ પાણી ઉમેરીને પીસી લો.
- આ મિશ્રણને દહીંના બાઉલમાં મિક્સ કરો.
- હવે ગરમ તેલમાં લાલ મરચુ નાખીને સાંતળી લો.
- તે પછી ડુંગળીને ક્યુબ્સમાં કાપીને પેનમાં મૂકો.
- આ સાથે રાઈ અને જીરુ ઉમેરો અને ડુંગળી સાથે સાંતળો.
- ડુંગળી નરમ થાય એટલે તેમાં દહીંનુ મિશ્રણ, મીઠુ અને હળદર ઉમેરો.
- કઢી ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી તેને મધ્યમ તાપ પર હલાવતા રહો.
- ત્યાર બાદ બાકીની પાલકને બારીક સમારી લો અને તેને કઢીમાં જ મિક્સ કરી દો.
- કઢીને થોડીવાર થવા દો અને પછી ગેસ બંધ કરી દો.
- તેને ગરમા-ગરમ ભાત, બાજરીના રોટલા કે ખીચડી સાથે સર્વ કરો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
