મેથીના મુઠીયાનો અસલી સ્વાદ માણો, બનાવવા પણ એકદમ સહેલા
મેથીના મુઠીયાનો અસલી સ્વાદ માણો, બનાવવા પણ એકદમ સહેલા
મેથીના મૂઠિયા નામ સાંભળતાં જ મોમાં પાણી આવી જાય તેવી આપણી આ પ્રાચીન ગુજરાતી વાનગી બનાવવી એકદમ સરળ છે. શું તમે જાણો છો મેથીના મૂઠીયાને બાફીને પણ બનાવી શકાય અને તળીને પણ બનાવી શકાય છે. જેમાં મુખ્યરૂપે મેથી અને ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. બનાવવામાં એકદમ સરળ એવાં મેથીના મૂઠિયામાં વધુ સામગ્રીની જરૂર પણ નથી પડતી અને 30 મિનિટમાં બનીને ભૂખ મટાડવા માટે તૈયાર પણ થઈ જાય છે. ગુજરાતીઓ મોટેભાગે સવારે ચા જોડે નાસ્તામાં મેથીના મુઠીયા ખાવાનું વધુ પસંદ કરતા હોય છે, તો ચાલો આજે ટ્રાય કરો મેથીના મુઠીયા.

સામગ્રી
- 500 ગ્રામ મેથીની ભાજી
- 400 ગ્રામ ચણાનો જાડો લોટ
- 100 ગ્રામ ઘઉંનો જાડો લોટ
- સ્વાદ અનુસાર મીઠુ
- 1 ચમચી હળદર
- 2 ચમચી મરચુ
- 4 ચમચી ધાણાજીરું
- બુરુ ખાંડ (વધારે)

બનાવવાની રીત
- ચણાના જાડા લોટમાં ઘઉંનો જાડો લોટ, સ્વાદ અનુસાર મીઠુ, મરચુ, હળદર, ધાણાજીરુ, બુરુ ખાંડ નાખવા.
- મેથીની ભાજીને સમારીને બરાબર ધોઈ નાખો. ધોયા બાદ તેને ચાળણીમાં કાઢી લેવી.
- તેમાં મીઠુ નાખી બરાબર મસળવી અને પાણી કાઢી નાખવુ જેથી તેમાંથી કડવાશ જતી રહે.

હવે મીઠું ઉમેરો
- તેમાં મીઠું નાખી બરાબર મસળવી અને પાણી કાઢી નાખવુ જેથી તેમાંથી કડવાશ જતી રહે.
- આ ભાજી લોટમાં નાખી લોટને મસળવો અને કઠણ લોટ રાખી તેના મૂઠિયા વાળી લેવા.
- કડાઈમાં તેલ ગરમ કરીને મૂઠિયા તળી લેવા.
- તો તૈયાર છે મેથીના મુઠીયા
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
