સવારના નાસ્તામાં બનાવો ઝટપટ બનતી ચીઝ અનિયન ગ્રીલ્ડ સેન્ડવીચ
સવારના બ્રેકફાસ્ટમાં જો તમને સેન્ડવીચ ખાવાનુ ભાવતુ હોય તો ચીઝ અનિયન ગ્રીલ્ડ સેન્ડવીચ એક બેસ્ટ ઑપ્શન છે. તો, આવો જાણીએ ગ્રીલ્ડ ચીઝ અનિયન બનાવવાની સૌથી સરળ રીત.

Grilled Cheese Onion Sanwich: સવારના બ્રેકફાસ્ટમાં જો તમને સેન્ડવીચ ખાવાનુ ભાવતુ હોય તો ચીઝ અનિયન ગ્રીલ્ડ સેન્ડવીચ એક બેસ્ટ ઑપ્શન છે. તેમાં પનીર, સ્પ્રિંગ અનિયન, ચીઝ અને ઘણી બધી શાકભાજી મિક્સ કરવામાં આવે છે. જે સ્વાદમાં તો ટેસ્ટી લાગે જ છે અને હેલ્ધી પણ બને છે. તો, આવો જાણીએ ગ્રીલ્ડ ચીઝ અનિયન બનાવવાની સૌથી સરળ રીત.
સામગ્રી
- 8 આખા ઘઉંની બ્રેડ સ્લાઈસ
- 1/2 કપ છીણેલું પનીર
- 1/2 કપ બારીક સમારેલી લીલી ડુંગળી
- 1 ચમચી માખણ
- 2 ચમચી બારીક સમારેલા લીલા મરચા
- 1/2 કપ બારીક સમારેલી કોબીજ
- 1/2 કપ છીણેલું ગાજર
- 1/2 કપ બારીક સમારેલ લીલી ડુંગળીનો લીલો ભાગ
- 2 ટીસ્પૂન ચીલી સોસ
- 1 ટેબલસ્પૂન ટોમેટો કેચપ
- મીઠું - સ્વાદ મુજબ
સ્ટફિંગ બનાવવાની રીત
- એક નોન-સ્ટીક તવા પર થોડુ માખણ લગાવો અને તેને ગરમ કરો.
- ત્યારબાદ તેમાં સમારેલી સ્પ્રિંગ ઓનિયન અને લીલા મરચાનો સફેદ ભાગ ઉમેરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી રાંધી લો.
- પછી પેનમાં કોબી, ગાજર અને સ્પ્રિંગ ઓનિયનનો લીલો ભાગ નાંખો અને 1 મિનિટ થવા દો.
- હવે તેમાં ચીલી સોસ, ટોમેટો કેચપ સારી રીતે મિક્સ કરો.
- ઉપરથી મીઠું નાખીને 1 મિનિટ થવા દો.
- ત્યાર બાદ તેમાં ચીઝ નાખીને ગેસ બંધ કરી દો.
- જ્યારે આ મિશ્રણ ઠંડુ થઈ જાય, ત્યારે આ સ્ટફિંગને 4 ભાગોમાં વહેંચો અને તેને બાજુ પર મૂકી દો.
સેન્ડવીચ બનાવવાની રીત
- એક સપાટ તવા પર 2 ઘઉંની બ્રેડ મૂકો અને એક બાજુ માખણ લગાવો.
- પછી એક ભાગ પર તૈયાર કરેલુ સ્ટફિંગ મૂકો અને બીજી બટર લગાવેલી સ્લાઈસથી ઢાંકી દો.
- બીજી બ્રેડ સાથે પણ આમ જ કરો.
- હવે સેન્ડવીચને 5 મિનિટ સુધી થવા દો.
- તમારી સેન્ડવીચ તૈયાર છે, તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
