ક્રિસ્પી ચણા દાળ કટલેટ્સ એન્જોય કરો
જો તમે કંઈક નવુ અને ફટાફટ બનતા ક્રન્ચી નાશ્તા વિશે વિચારી રહ્યા હોય તો અમે તમારા માટે લાવ્યા છે ‘ચણાની દાળની કટલેટ'ની રેસિપી.
ઝટપટ બનાવાતા નાશ્તાનુ લિસ્ટ આમ તો ઘણુ લાંબુ છે પરંતુ વાત જ્યારે સમયની સાથે સાથે ન્યૂટ્રિશિયનની પણ આવે તો આ લિસ્ટ ધીમે ધીમે નાનુ થતુ જાય છે. એમાં જો તમે કંઈક નવુ અને ફટાફટ બનતા ક્રન્ચી નાશ્તા વિશે વિચારી રહ્યા હોય તો અમે તમારા માટે લાવ્યા છે 'ચણાની દાળની કટલેટ'ની રેસિપી. આ બનવામાં સરળ હોવા સાથે જ ન્યુટ્રિશિયન વેલ્યુ પણ હાઈ છે અને એટલી જ ક્રન્ચી અને ટેસ્ટી પણ છે. ચણા દાળની આ ટિક્કી પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર છે. સાથે જ ફોલેટ કેલ્શિયમ અને ઝિંકનો પણ મોટો સ્ત્રોત છે. માટે તમે બેઝિઝક બાળકોના ટિફિન માટે પણ બનાવી શકો છો. સાથે જ આ દાળ કેલોસ્ટ્રોલ લેવલ પણ ઘટાડે છે તો તમે તેને નાના મોટા ગેટ ટુગેધરમાં તેને સ્ટાર્ટર તરીકે પણ પીરસી શકો છો. આ ક્રિસ્પી ટિક્કી બનાવવા માટે માત્ર જોઈએ ચણા દાળ અને અમુક મસાલા. દાળનુ પૂરણ બનાવવા માટે ચણાની દાળને સરસ રીતે પલાળીને ચટપટા મસાલા સાથે પીસીને મનગમતો આકાર આપીને ફ્રાઈ કરી ગરમા ગરમ લીલી તટણી સાથે પિરસો. તમારુ કામ સરળ બની જાય એટલા માટે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ રેસિપી પણ શેર કરી રહ્યા છે જેથી તમારુ એક પણ સ્ટેપ રહી ના જાય.

ચણાની દાળ કટલેટ રેસિપી
ચણા દાળ (3-4 કલાક પલાળેલી) - 1 કપ
હળદર - ½ ચમચી
લાલ મરચુ - ½ ચમચી
લીલુ મરચુ - 2
લસૂણ - 2-3
તેલ - ફ્રાય કરવા માટે
નમક - જરૂરિયાત અનુસાર
કેવી રીતે બનાવવુ
1. એક મિક્સચર લઈને ચણાની દાળ અને બધા મસાલા મિક્સ કરી લો.
2. હવે બધાને સરસ રીતે મિક્સ કરી લો.
3. એક લઈને તેલ લો.
4. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે પેનમાં તૈયાર કટલેટને સારી રીતે તળી લો.
5. લીલી ચટણી સાથે ગરમા ગરમ પિરસો.
પેસ્ટ બનાવવા માટે પાણીનો ઉપયોગ ન કરો.
ન્યૂટ્રિશિનલ માહિતી
સર્વિંગ સાઈઝ - 1 કટલેટ
કેલેરી - 56 કેલેરી
ફેટ - 2.4 કિગ્રા
પ્રોટીન - 2.1 ગ્રામ
કાર્બોહાઈડ્રેટ - 6.6 ગ્રામ
ફાઈબર - 1.7 ગ્રામ

સ્ટેપ બાય સ્ટેપ
એક મિક્સચર જાર લો.

સ્ટેપ બાય સ્ટેપ
હવે તેમાં એક કપ ચણાની દાળ લો.

સ્ટેપ બાય સ્ટેપ
હવે તેમાં બધા મસાલા અને સ્વાદઅનુસાર મીઠુ ઉમેરો.

સ્ટેપ બાય સ્ટેપ
હવે તેને મિક્સ કરીને સરસ પેસ્ટ બનાવી લો.

સ્ટેપ બાય સ્ટેપ
હવે એક ફ્રાય પેન લો.

સ્ટેપ બાય સ્ટેપ
ફ્રાય પેનમાં તેલ નાખી તેને ગરમ થવા દો.

સ્ટેપ બાય સ્ટેપ
હવે તૈયાર કરેલા કટલેટ્સને તેમાં ફ્રાય કરી દો.

સ્ટેપ બાય સ્ટેપ
ચટપટી લીલી ચટણી સાથે ગરમા ગરમ પિરસો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
