US immigration news : અમેરિકન ઇમિગ્રન્ટ્સ માટે નવો નિયમ લાગુ, આ લોકોની વધી શકે છે મુશ્કેલી
US immigration news : યુનાઇટેડ સ્ટેટ્સના ઇમિગ્રેશન નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ગેરકાયદેસર ઇમિગ્રેશનને નિશાન બનાવતા એક નવું નિયમ લાગુ કર્યો છે, જે 1 એપ્રિલ 2025થી અમલમાં આવ્યો છે.
નવા નિયમના અનુસંધાને 30 દિવસથી વધુ સમય માટે અમેરિકામાં રહેતા તમામ વિદેશી નાગરિકોને ફેડરલ સરકારમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે, નહીં તો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

નવો નિયમ અને મુખ્ય બાબતો
- નિયમ અમલમાં: 1 એપ્રિલ, 2025
- કોને અસર થશે? : યુએસમાં 30 દિવસથી વધુ સમય માટે રહેતા તમામ વિદેશી નાગરિકો પર નિયમ લાગુ પડશે.
- નોંધણી ફરજિયાત : જો કોઈ વ્યક્તિ 30 દિવસથી વધુ સમય માટે અમેરિકામાં રહે છે તો તેને ફેડરલ સરકારે આયોજિત વેબસાઈટ અથવા સરકારી કચેરીમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
- દસ્તાવેજો સાથે રાખવા ફરજિયાત : તમામ ઇમિગ્રન્ટોએ કાનૂની દસ્તાવેજો (જેમ કે વિઝા, પાસપોર્ટ, green card) સતત પોતાના સાથે રાખવાના રહેશે.
- ફોલો ના કરનાર માટે જોગવાઈ : જો આ નિયમનું પાલન કરવામાં નહીં આવે તો દંડ, જેલની સજા અને દેશનિકાલ થઈ શકે છે. ભવિષ્યમાં અમેરિકામાં પુનઃ પ્રવેશ પણ પ્રતિબંધિત થઈ શકે છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે, યુએસમાં રહેનારા દરેક વિદેશી નાગરિકો માટે હવે નિયત સમયગાળો પૂરો થવાથી પહેલાં નોંધણી ફરજિયાત છે. જો કોઇ વ્યક્તિ આમાં નિષ્ફળ જાય છે તો તે કાયદાની દ્રષ્ટિએ ગુનાહગાર માનવામાં આવશે અને તેનું તાત્કાલિક ડિપોર્ટેશન થશે.
જણાવી દઈએ કે, અમેરિકામાં હાલ લગભગ 54 લાખ ભારતીયો વસે છે, જેમાંથી અંદાજે 2.2 લાખ લોકો ગેરકાયદેસર રીતે રહે છે. આ નિયમ સાથે ખાસ કરીને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે મુશ્કેલીઓ વધી શકે છે.
જો કે, H-1B વિઝા ધારકો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે થોડી રાહત છે, તેમને નોંધણી કરાવવાની જરૂર નથી, પરંતુ તેમના તમામ અધિકૃત દસ્તાવેજો સતત સાથે રાખવા ફરજીયાત રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
