સાઉદી અરેબિયામાં દિવાળીની ધામધૂમ: 'ફેસ્ટિવલ ઓફ લાઈટ'નું ભારતીય સમુદાયે કર્યું ભવ્ય આયોજન
Saudi Arabia: સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયો તહેવારોને પોતાની સંસ્કૃતિ જીવંત રાખવાનું માધ્યમ માને છે. સાઉદી અરેબિયાના ઇસ્ટર્ન પ્રોવિન્સમાં વસતા ભારતીય સમુદાયે સતત બીજા વર્ષે 'ફેસ્ટિવલ ઓફ લાઈટ કલ્ચરલ ઈવનિંગ' (FOL)નું ભવ્ય આયોજન કરીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

18 રાજ્યોના લોકો એક મંચ પર
શુક્રવાર, 17 ઓક્ટોબર 2025ના રોજ યોજાયેલા 'ફેસ્ટિવલ ઓફ લાઈટ'ની બીજી આવૃત્તિમાં 1,600થી વધુ ભારતીયોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉત્સવમાં ભારતનાં 18 રાજ્યોના લોકોએ એકસાથે મળીને પ્રાદેશિક સંસ્કૃતિનું આદાનપ્રદાન કર્યું હતું.
આ આયોજનનો મુખ્ય હેતુ વિદેશમાં રહેતા ભારતીયો અને ભાવિ પેઢીને તહેવારોની ઉજવણી દ્વારા પ્રાદેશિક સંસ્કૃતિ સાથે જોડી રાખવાનો હતો.
કાર્યક્રમની મુખ્ય ઝલક
સાંસ્કૃતિક પ્રદર્શન: 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 150થી વધુ પરફોર્મર્સે સંગીત, નાટક અને નૃત્યના માધ્યમથી પ્રાદેશિક પરંપરાની ઝલક આપી હતી. જેમાં કથકલી, કુચીપુડી, ઓડિસી, ભરતનાટ્યમ અને ખાસ કરીને ગુજરાતી ગરબાના પરફોર્મન્સે દર્શકોને ઝૂમતા કરી દીધા હતા.
ભારત રૂપાયન (રેમ્પ વોક): 'ભારત રૂપાયન' નામથી યોજાયેલા કલ્ચરલ રેમ્પ વોકમાં 50થી વધુ મહિલાઓએ 17 રાજ્યોની સુપ્રસિદ્ધ સાડીઓ પહેરીને ભારતનો સાંસ્કૃતિક વૈભવ પ્રદર્શિત કર્યો હતો.
પરંપરાગત વાનગીઓ: ઉત્સવમાં ભાગ લેનાર રાજ્યોની પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણવા માટે વિશેષ ફૂડ સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા હતા.
ચિત્રકલા: સંસ્કૃતિ અને કલાના જોડાણને દર્શાવવા માટે બાળકો અને પુખ્ત વયના લોકો માટે ચિત્રકલાની એક્ટિવિટીનું પણ આયોજન કરાયું હતું.
સામુદાયિક એકતાનો ઉદ્દેશ
આ સમગ્ર આયોજનના મૂળમાં રહેલી KSA ઇન્ડિયન કોમ્યુનિટી દ્વારા રચિત ફેસ્ટિવલ ઓફ લાઈટ કમિટીના સભ્ય અનિલ માલપાણીએ જણાવ્યું કે, "ભારતમાં સદીઓથી તહેવારો સામાજિક એકતા જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ મહત્ત્વ સમજીને વિદેશમાં પણ ભારતીયો સાથે મળીને ઉજવણી કરે તે હેતુથી આ આયોજન વાર્ષિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ વર્ષે 8 રાજ્યો જ્યારે આ વખતે 18 રાજ્યોને એક મંચ પર લાવવામાં સફળતા મળી છે."
મૂળ ગુજરાતી નારી ફોરમ શાહે ગરબા પરફોર્મન્સ આપીને પોતાનો જોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, "અમે 1600થી વધુ દર્શકો સામે પરફોર્મ કર્યું, જેનાથી અમારામાં નવો જોશ ભરાયો." જ્યારે ઉત્તર પ્રદેશના વારાણસીના અવિનાશ ગુપ્તાએ કહ્યું કે, "ભારતની બહાર રહીને અમે તહેવારોને સૌથી વધુ યાદ કરીએ છીએ. આજની ઉજવણીએ અમને અમારા ગામમાં થતી ઉજવણી જેવો જ સંતોષ આપ્યો છે."
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
