મોરિશિયસમાં રહેતા ભારતીય મૂળના લોકોને રાષ્ટ્રપતિ મુર્મુની ભેટ, મળશે OCI કાર્ડ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોરેશિયસમાં ભારતીય મૂળના 7મી પેઢીના લોકોને ઓવરસીઝ સિટીઝનશિપ ઑફ ઈન્ડિયા(OCI) કાર્ડ આપવાની વિશેષ જોગવાઈને મંજૂરી આપી છે.
મોરિશિયસની રાજધાની પોર્ટ લુઈસમાં મોરિશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિએ દ્રૌપદી મુર્મુએ કહ્યુ કે 'ખૂન કા રિશ્તા'ના સંદર્ભમાં જેનો મે અગાઉ ઉલ્લેખ કર્યો છે. આપ સહુને જણાવતા મને આનંદ થાય છે કે મારી સરકારે તાજેતરમાં એક પ્રસ્તારવને મંજૂરી આપી છે.

વધુમાં તેમણે કહ્યુ કે આ વિશેષ જોગવાઈ હેઠળ ભારતીય મૂળના 7મી પેઢીના મોરિશિયનો પણ ઓવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા (ઓસીઆઈ કાર્ડ) માટે પાત્ર બનશે. આનાથી ભારતીય મૂળના ઘણા યુવાન મોરેશિયનો ભારતના વિદેશી નાગરિક બનવા માટે સક્ષમ બનશે અને તેઓ પૂર્વજોની ભૂમિ સાથે ફરીથી જોડાશે.
ભારત સરકાર પવિત્ર ગંગા તાલાબ પરિસરને ધાર્મિક, સાંસ્કૃતિક અને પર્યટનના કેન્ગ્રના રુપમાં પુનર્વિકસિત કરવામાં મોરિશિયસ સરકારનુ સમર્થન કરશે. તેમણે કહ્યુ હતુ કે આ નિર્ણય સમાન સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે સમ્માન દર્શાવે છે.
રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે છેલ્લા ઘણા સપ્તાહમાં આપણા વડાપ્રધાનોએ ભારત અને મોરિશિયસમાં યુપીઆઈ અને રુપે કાર્ડ વડે ચૂકવણીની સિસ્ટમ શરુ કરી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ છ સામુદાયિક પ્રોજેક્ટ્સની સાથે એક એર સ્ટ્રીપ અને એક જેટીનુ પણ ઉદઘાટન કર્યુ હતુ. ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓની સપ્લાય માટે નવા ઈનિશિયેટીવની જાહેરાત કરાઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
