NRI News : ઓસ્ટ્રેલિયન પોલીસે ભારતીય નાગરિકને મારી 3 ગોળી, જાણો કારણ
NRI News : ઓસ્ટ્રેલિયામાં પોલીસે એક ભારતીય નાગરિકની છાતીમાં ત્રણ ગોળી મારી હતી. એક રિપોર્ટ અનુસાર, ભારતીય નાગરિકે ક્લીનરને ચાકુ માર્યું હતું, જે બાદ તેણે પોલીસ પર હુમલો કરવાની ધમકી આપી હતી.
NRI News : ઓસ્ટ્રેલિયામાં ભારતીય નાગરિક મોહમ્મદ રહેમતુલ્લા સૈયદ અહેમદને પોલીસે ગોળી મારી હતી. રિપોર્ટ અનુસાર અહમદે સફાઇકર્મીને ચાકુ મારી દીધું હતું અને પોલીસને પણ ચાકુ મારવાની ધમકી આપી રહ્યો હતો. જે બાદ પોલીસે તેને ગોળી મારી દીધી હતી. પોલીસે ત્રણ ગોળી મારતા આ યુવકનું મોત થયું હતું.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે હુમલાખોરની ઓળખ ભારતીય તરીકે કરી છે. અહેમદ તમિલનાડુનો વતની હતો અને બ્રિજિંગ વિઝા પર ઓબર્નમાં રહેતો હતો. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે, શું અહેમદની માનસિક સ્થિતિને કારણે આ ઘટના બની હતી.

તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અહેમદે ક્લીનરને ચાકુ માર્યું અને પછી પોલીસ અધિકારીને ધમકી આપી કે, તે તેમને પણ ચાકુ મારશે, જે બાદ અધિકારીએ તેને ગોળી મારી દીધી અને અહેમદનું મૃત્યુ થયું હતું. 32 વર્ષીય અહેમદે 28 વર્ષીય ક્લીનરને ચાકુ માર્યું હતું. આ ઘટના ઓબર્ન ટ્રેન સ્ટેશન પર સવારે 12.03 કલાકે બની હતી. ઘટનાની પાંચ મિનિટ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
ભારતીય વાણિજ્ય દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે આ મામલો વિદેશ મંત્રાલય તેમજ પોલીસ સત્તાવાળાઓ સમક્ષ ઉઠાવ્યો છે. છરી વડે હુમલાની ઘટના બાદ બે પોલીસ અધિકારીઓ પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે પોલીસ અધિકારીઓએ અહેમદનો સામનો કર્યો હતો. જ્યારે અહેમદે પોલીસ અધિકારી પર હુમલો કર્યો, ત્યારે પોલીસ અધિકારીએ તેના પર ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જે ગોળી સૈયદને છાતીમાં વાગી હતી.
ગોળી વાગ્યા બાદ અહેમદને વેસ્ટમીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 1.30 કલાકે મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એનએસડબલ્યુ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર સ્ટુઅર્ટ સ્મિથે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અધિકારીઓ પાસે માત્ર થોડી સેકન્ડનો સમય હતો, જેના કારણે તેમની પાસે ગોળી મારવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. હું આ પોલીસ અધિકારીઓને સંપૂર્ણ સમર્થન આપું છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
