Nijjar killing case : નિજ્જર હત્યાકાંડનો ચૌથો ભારતીય આરોપી પકડાયો, સીધા મર્ડરનો આરોપ
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપમાં પોલીસે ચૌથી ભારતીય આરોપીની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પર સીધી હત્યાનો આરોપ મુકાયો છે.
કેનેડા સરકારે હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં ચોથા આરોપીની ધરપકડ કરવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે તે ભારતીય છે. કેનેડિયન અધિકારીએ શનિવારે ખાલિસ્તાન અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં તેની ભૂમિકા બદલ ચોથા ભારતીય નાગરિકની ધરપકડ કરી.

કેનેડાનું કહેવું છે કે તેણે સરેના બ્રામ્પટન વિસ્તારના 22 વર્ષીય અમરદીપ સિંહની ધરપકડ કરી છે અને તેના પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને હત્યાના કાવતરાનો આરોપ લગાવ્યો છે.
ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમે જણાવ્યું અમરદીપ સિંહની હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં તેની ભૂમિકા બદલ 11 મેના રોજ ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પહેલાથી જ ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપમાં પીલ પ્રાદેશિક પોલીસની કસ્ટડીમાં હતો.
IHITના ઓફિસર-ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ મનદીપ મુખરે જણાવ્યું કે, આ ધરપકડ હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભૂમિકા ભજવનારાઓને જવાબદાર ઠેરવવા માટે અમારી ચાલી રહેલી તપાસની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
જણાવી દઈએ કે 45 વર્ષીય હરદીપ સિંહ નિજ્જરની 18 જૂન 2023ના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર હત્યા કરવામાં આવી હતી.
IHIT તપાસકર્તાઓએ 3 મેના રોજ હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ત્રણ ભારતીય નાગરિકો કરણ બ્રાર (22), કમલપ્રીત સિંહ (22) અને કરણપ્રીત સિંહની ધરપકડ કરી હતી. આ ત્રણેય પર પણ ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
