4 મહિનામાં હુમલાના 8 બનાવ, ફ્લોરિડામાં વલસાડના યુવકની હત્યા
ફ્લોરિડા, 21 મે: ગુજરાતીઓને આંચકો આપે તેવી વધુ એક ચોંકાવનારી ઘટના યુએસએના ફ્લોરિડામાં બનવા પામી છે. મૂળ ગુજરાતના વલસાડ જિલ્લાના હરિયા ગામના વતની માલવ દેસાઇની ફ્લોરિડામાં અજ્ઞાત યુવકોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. માલવ થોડા જ મહિનાઓ પહેલા ફ્લોરિડા શિફ્ટ થયો હતો, તે અહીં જનરલ સ્ટોરની દુકાન કરવાનું સપનું લઇને ભારતથી આવ્યો હતો. પણ કોને ખબર હતી કે વિધિએ તેનું મોત અહીં લખ્યું હશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર માલવ પોતાના મિત્રના સ્ટોર પર ઊભો હતો તે સમયે બે નિગ્રો ટિનેજર્સ નશામાં ધૂત હાલમાં આવ્યા અને સ્ટોર લૂંટવાની કોશીશ કરવા લાગ્યા, તે સમયે બચાવની ભૂમિકા નિભાવવા જતા માલવને ગોળી વાગી ગઇ અને તેનું મોત થઇ ગયું. નોંધનીય છે કે પોલીસે બંને યુવકોની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછ શરૂ કરી દીધી છે.

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે હુમલો કરનાર બંને ટીનેજરોએ પોતાના ચહેરા પર રૂમાલ બાંધ્યો હતો જેનાથી તેમને ઓળખવા મુશ્કેલ છે.
છેલ્લા 4 મહિનામાં અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની આ 8મી મોટી ઘટના છે. આ પહેલા પણ 39 વર્ષના સંજય પટેલની અજાણ્યા શખ્શોએ ગોળી મારી હત્યા કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
