અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય પરિવાર મૃત હાલતમાં મળી આવ્યો, પતિ-પત્નીના શરીર પર ગોળીના નિશાન મળ્યા
અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય પરિવારના તમામ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં પતિ-પત્ની 4 વર્ષના જોડિયા બાળકો છે.
અહેવાલો અનુસાર, પોલીસ આ કેસની હત્યા અને આત્મહત્યાના એંગલથી તપાસ કરી રહી છે. મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના કેલિફોર્નિયાના સેન માટો શહેરની છે.

સમાચારો અનુસાર, મૃતક પતિ-પત્નીની ઓળખ આનંદ સુજીત હેનરી (42) અને તેની પત્ની એલિસ પ્રિયંકા બેન્ઝિગર (40) તરીકે થઈ છે. આ મામલે તપાસ કરી રહેલા અધિકારીઓને ઘરમાં જબરદસ્તીથી પ્રવેશ કરવાના કોઈ નિશાન મળ્યા નથી.
અધિકારીઓને બાથરૂમમાં બન્ને પુખ્ત વયના લોકોના મૃતદેહ મળ્યા છે. બંને બંદૂકની ગોળીથી ઘાયલ થયેલા મળી આવ્યા છે. ઘટનાસ્થળેથી 9 એમએમની પિસ્તોલ અને લોડેડ મેગેઝિન પણ મળી આવી છે.
જોડિયા બાળકોના મૃતદેહ બેડરૂમમાંથી મળી આવ્યા. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સૂત્રો અનુસાર, ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોઈ શકે છે. ઝેર આપવામાં આવ્યું હોવાની પણ સંભાવના છે.
ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. તપાસ અધિકારીઓ મોતનું કારણ શોધી રહ્યા છે. આનંદ અને એલિસ બંને આઈટી પ્રોફેશનલ્સ હતા. છેલ્લા નવ વર્ષથી અમેરિકામાં રહેતા હતા. આનંદ સોફ્ટવેર એન્જિનિયર હતો અને એલિસ સિનિયર એનાલિસ્ટ હતી.
અહેવાલો અનુસાર, આનંદે ડિસેમ્બર 2016માં છૂટાછેડા માટે અરજી કરી હતી. જો કે તેણે તેને આગળ ન વધારી.
જણાવી દઈએ કે, છેલ્લા 1 મહિનામાં 7 ભારતીયોના મોત થયા છે. ગયા ડિસેમ્બરમાં મેસેચ્યુસેટ્સ રાજ્યમાં ભારતીય મૂળના પતિ-પત્ની અને તેમની 18 વર્ષની પુત્રી તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
