વિદેશમાં ગૌરવ ગુજરાતનું: ભરત દેસાઇ(બિઝનેસમેન)
માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશની ધરતીમાં પણ ગુજરાતીઓએ પોતાનું કાંઠુ કાઢ્યું છે. પછી તે વ્યવસાય હોય, શિક્ષણ હોય, અભિનય હોય કે પછી વિજ્ઞાન હોય. દરેક ક્ષેત્રમાં આપણને ગુજરાતી જોવા મળે છે. વિદેશમાં ખાસ કરીને યુએસમાં આપણને અનેક ગુજરાતીઓ મળી જશે કે જેમણે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું, પોતાના પરિવારનું અને ખાસ કરીને કહીંએ તો દરેક ગુજરાતીનું અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે અને ગૌરવ વધાર્યું છે. અહીં આવા જ કેટલાક જાણીતા નામો અંગે આછેરી માહિતી આપવામાં આવી રહી છે કે, જેમણે પોતાના કૌશલ્ય અને સામર્થ્ય થકી વિદેશમાં પણ ગુજરાતને ગૌરવવંતું બનાવ્યું છે. આવું જ એક નામ છે બિઝનેસમેન ભરત દેસાઇ.
ભરત દેસાઇનો જન્મ કેન્યામાં એક ગુજરાતી પરિવારને ત્યાં થયો. તેમણે પોતાનો યુવાનીનો કેટલોક સમય ભારતમાં વિતાવ્યો, જ્યાં તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અભ્યાસ કર્યો હતો. જેમાં તેમણે ઇલેક્ટ્રિક એન્જીનિયરિંગની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ ફાયનાન્સમાં એમબીએની ડિગ્રી તેમણે યુનિવર્સિટી ઓફ મચિગનમાંથી મેળવી હતી.
તાતા કન્સલટન્સી સર્વિસીઝ માટે પ્રોગ્રામર તરીકે તેઓ 1976માં યુએસ આવ્યા. ચાર વર્ષ બાદ કંપની છોડીને તેમણે પોતાની પત્ની સાથે સિન્ટેલની સ્થાપના કરી. આઇટી અને આઉટસોર્સિંગ માટે જાણીતી કંપની ‘સિન્ટેલ'ની સ્થાપના દેસાઇએ ૧૯૮૦માંકરી હતી હતી અને ૧૯૯૭માં તેને જાહેર કંપનીમાં ફેરવી હતી. કંપનીમાં 20 હજાર કરતા વધારે કર્મચારીઓ છે અને કંપની આખા વિશ્વમાં બે ડઝનથી વધારે ઓફિસ ધરાવે છે. 2009માં ચીફ એક્ઝિક્યટિવ પદ તેમણે છોડ્યું હતું પરંતુ તેઓ ચેરમેન તરીકે યથાવત રહ્યાં છે.
ફોર્બ્સ દ્વારા ભરત દેસાઇને 'એઇટ સેલ્ફ મેડ સ્ટાર્સ વુ હેવ બિલ્ટ ટિડી એમ્પાયર્સ ઇન અન એરેય ઓફ ઇન્ડસ્ટ્રીઝ'થી નવાઝ્યા હતા. તેમજ યુનિવર્સિટી ઓફ મિચિગન દ્વારા ઑન્ટ્રપ્રનર ઓફ ધ યર અને યુએસએ ટૂડે, નાસ્કેડ અને હાવર્ડ બિઝનેસ સ્કૂલ દ્વારા મિચિગન ઑન્ટ્રપ્રનર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફોર્બ્સ દ્વારા 400 ધનિકોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં ભારતીય મૂળના અમેરિકન નાગરિક ભરત દેસાઇ અને તેમનો પરિવાર 239મા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 2 બિલિયન ડોલર છે. એટલું જ નહીં, દેસાઇ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે અને તેમાં બોર્ડ મેમ્બર પણ છે. જેમાં હાવર્ડ યુનિવર્સિટીની જ્હોન એફ કેન્નેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ, સ્ટૂડન્ટ ઇન ફ્રી એન્ટરપ્રાઇઝ(એસઆઇએફઇ) અને સ્ટેફન એમ રોઝ સ્કૂલ ઓફ બિઝિનિસ, યુનિવર્સિટી ઓફ મિચિગન.

તસવીરોમાં બિઝનેસમેન ભરત દેસાઇ
ભરત દેસાઇનો જન્મ કેન્યામાં એક ગુજરાતી પરિવારને ત્યાં થયો. તેમણે પોતાનો યુવાનીનો કેટલોક સમય ભારતમાં વિતાવ્યો, જ્યાં તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અભ્યાસ કર્યો હતો. જેમાં તેમણે ઇલેક્ટ્રિક એન્જીનિયરિંગની ડિગ્રી મેળવી હતી.

તસવીરોમાં બિઝનેસમેન ભરત દેસાઇ
ફાયનાન્સમાં એમબીએની ડિગ્રી તેમણે યુનિવર્સિટી ઓફ મચિગનમાંથી મેળવી હતી.તાતા કન્સલટન્સી સર્વિસીઝ માટે પ્રોગ્રામર તરીકે તેઓ 1976માં યુએસ આવ્યા. ચાર વર્ષ બાદ કંપની છોડીને તેમણે પોતાની પત્ની સાથે સિન્ટેલની સ્થાપના કરી.

તસવીરોમાં બિઝનેસમેન ભરત દેસાઇ
આઇટી અને આઉટસોર્સિંગ માટે જાણીતી કંપની ‘સિન્ટેલ'ની સ્થાપના દેસાઇએ ૧૯૮૦માંકરી હતી હતી અને ૧૯૯૭માં તેને જાહેર કંપનીમાં ફેરવી હતી. કંપનીમાં 20 હજાર કરતા વધારે કર્મચારીઓ છે અને કંપની આખા વિશ્વમાં બે ડઝનથી વધારે ઓફિસ ધરાવે છે. 2009માં ચીફ એક્ઝિક્યટિવ પદ તેમણે છોડ્યું હતું પરંતુ તેઓ ચેરમેન તરીકે યથાવત રહ્યાં છે.

તસવીરોમાં બિઝનેસમેન ભરત દેસાઇ
ફોર્બ્સ દ્વારા ભરત દેસાઇને 'એઇટ સેલ્ફ મેડ સ્ટાર્સ વુ હેવ બિલ્ટ ટિડી એમ્પાયર્સ ઇન અન એરેય ઓફ ઇન્ડસ્ટ્રીઝ'થી નવાઝ્યા હતા. ફોર્બ્સ દ્વારા 400 ધનિકોની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં ભારતીય મૂળના અમેરિકન નાગરિક ભરત દેસાઇ અને તેમનો પરિવાર 239મા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 2 બિલિયન ડોલર છે.

તસવીરોમાં બિઝનેસમેન ભરત દેસાઇ
યુનિવર્સિટી ઓફ મિચિગન દ્વારા ઑન્ટ્રપ્રનર ઓફ ધ યર અને યુએસએ ટૂડે, નાસ્કેડ અને હાવર્ડ બિઝનેસ સ્કૂલ દ્વારા મિચિગન ઑન્ટ્રપ્રનર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

તસવીરોમાં બિઝનેસમેન ભરત દેસાઇ
દેસાઇ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે અને તેમાં બોર્ડ મેમ્બર પણ છે. જેમાં હાવર્ડ યુનિવર્સિટીની જ્હોન એફ કેન્નેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટ, સ્ટૂડન્ટ ઇન ફ્રી એન્ટરપ્રાઇઝ(એસઆઇએફઇ) અને સ્ટેફન એમ રોઝ સ્કૂલ ઓફ બિઝિનિસ, યુનિવર્સિટી ઓફ મિચિગન.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
