ભારતીયોને હવે EUમાં મળશે પાંચ વર્ષના વિઝા, આ નિયમોમાં થયા ફેરફાર
Schengen Visa New Rules: ભારતીય નાગરિકો હવે લાંબી માન્યતા ધરાવતા મલ્ટિપલ એન્ટ્રી શેંગેન વિઝા માટે અરજી કરી શકે છે. યુરોપિયન યુનિયને સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં શેંગેન વિઝા માટે અરજી કરનારા ભારતીય નાગરિકો હવે નવી વિઝા કાસ્કેડ વ્યવસ્થા હેઠળ તેમના પ્રવાસ ઇતિહાસ અને પાસપોર્ટની માન્યતાના આધારે વિસ્તૃત માન્યતાનો લાભ સરળતાથી મેળવી શકશે.
આ નિર્ણય EU-ભારત કોમન એજન્ડા ઓન માઈગ્રેશન એન્ડ મોબિલિટી હેઠળ મજબૂત સંબંધોના સંદર્ભમાં આવ્યો છે, જે EU અને ભારત વચ્ચે સ્થળાંતર નીતિ પર વ્યાપક સહયોગ ઈચ્છે છે.

આ નિયમોમાં થયા ફેરફાર
આ વ્યવસ્થા હેઠળ, ભારતીય નાગરિકોને ત્રણ વર્ષમાં બે વિઝાનો ઉપયોગ કર્યા પછી બે વર્ષ માટે માન્ય લાંબા ગાળાના, મલ્ટિપલ-એન્ટ્રી શેંગેન વિઝા જારી કરી શકાય છે. બે વર્ષના વિઝા પછી, પાત્ર અરજદારો પાસપોર્ટની માન્યતાના આધારે પાંચ વર્ષનો વિઝા મેળવી શકે છે. આ વિઝા ધારકો સમગ્ર માન્યતા સમયગાળા દરમિયાન વિઝા-મુક્તિ ધરાવતા નાગરિકો જેવા જ પ્રવાસ અધિકારોનો આનંદ માણે છે.
શેંગેન વિઝા શું છે?
'શેંગેન વિઝા' યુરોપીયન દેશોની મુલાકાત માટે મુક્ત અવરજવરને મંજૂરી આપે છે. જેમાં 180 દિવસના સમયગાળામાં વધુમાં વધુ 90 દિવસની છૂટ છે. એટલે કે, તે એક સત્તાવાર દસ્તાવેજ છે, જેના દ્વારા બિન-યુરોપિયન લોકો અલગ વિઝાને બદલે એક જ વિઝા સાથે શેંગેન વિસ્તારનો ભાગ હોય તેવા દેશોની મુલાકાત લઈ શકે છે. યુરોપમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ માટે આ અસ્થાયી વિઝા છે.
શેંગેન વિસ્તારમાં કયા દેશો છે?
ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેકિયા, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, આઇસલેન્ડ, ઇટાલી, લાતવિયા, લિક્ટેંસ્ટેઇન, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, એસ. સ્લોવેનિયા, સ્પેન, સ્વીડન અને સ્વિટ્ઝર્લેન્ડ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
