અમેરિકાના 1100 મંદિરોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની એક સપ્તાહ સુધી કરાશે ભવ્ય ઉજવણી
Ram Mandir Pran Pratisha Celebration In America: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ-વિદેશમાં પણ ઉજવણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. અમેરિકાના મંદિરોમાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે એક સપ્તાહ સુધી ઉજવણી કરવામાં આવશે.
આ મંદિરોનું પ્રતિનિધિત્વ કરતી મહિલા અધિકારીએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પર ઉત્તર અમેરિકામાં એક અઠવાડિયા સુધી ચાલનારા ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. આ અમારું સૌભાગ્ય અને અમારા માટે આશીર્વાદ છે કે અમે આ પ્રસંગનો એક ભાગ છીએ અને સદીઓની રાહ અને સંઘર્ષ પછી અમારા સપનાનું મંદિર તૈયાર થઈ રહ્યું છે.

અમેરિકાની હિન્દુ ટેમ્પલ એમ્પાવરમેન્ટ કાઉન્સિલ (HMEC)ના તેજલ શાહે એજન્સીને જણાવ્યું હતું કે, અમેરિકા અને કેનેડામાં દરેક વ્યક્તિ ભગવાન શ્રીરામની પોતાના મંદિરમાં આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બધા ભક્તો ભાવવિભોર છે. નોંધનીય છે કે, HMEC યુનાઇટેડ સ્ટેટ્સમાં 1,100થી વધુ હિન્દુ મંદિરોનું નેતૃત્વ કરે છે.
તેજલ શાહે જણાવ્યું કે ઉત્તર અમેરિકાના નાના-મોટા મંદિરોમાં એક અઠવાડિયા સુધી ચાલનારો ઉત્સવ 15 જાન્યુઆરીથી શરૂ થશે અને 20 જાન્યુઆરીની રાત્રે અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનના જીવંત પ્રસારણ સાથે સમાપ્ત થશે.અત્યાર સુધીના પ્રતિસાદને જોતા એવું માનવામાં આવે છે કે મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હજારો હિન્દુઓ હાજરી આપશે.
તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાના છે. તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, પીએમ મોદી 11 વાગે રામજન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ અમે ભગવાન રામલલ્લાના અભિષેક માટે 11:30 સુધીમાં પહોંચશુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
