ટાઈટેનિક જોવા ગયેલી સબમરીનનો કાટમાળ મળ્યો, ગમે ત્યારે ઔપચારીક જાહેરાત થઈ શકે
એટલાન્ટિક મહાસાગરમાં ટાઈટેનિક જહાજના કાટમાળ પાસે ગયેલી સબમરીન ગુમ થઈ તેને 96 કલાકથી વધારે સમય થઈ ગયો છે. આ સબમરીનમાં 5 લોક સવાર હતા. હવે અમેરિકન કોસ્ટગાર્ટને કેટલોક કાટમાળ મળી આવ્યો છે.
યુએસ કોસ્ટ ગાર્ડે જણાવ્યા અનુસાર, ટાઇટેનિક નજીક એક કાટમાળ મળ્યો છે. અનુમાન છે કે તે ગુમ થયેલી ટાઇટન સબમરીનનો હોઇ શકે છે. જો કે હજુ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.

યુએસ કોસ્ટ ગાર્ડના અહેવાલ અનુસાર, રિમોટલી ઓપરેટેડ વ્હીકલ દ્વારા કાટમાળની શોધ કરવામાં આવી છે. આ તપાસમાં સામેલ ટીમ કાટમાળની તપાસ કરી રહી છે.
અહીં તમને જણાવી દઈએ કે, ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે લઈ ગયેલી સબમરીનને બચાવવાના પ્રયાસો ચાલુ છે. કેનેડાના એક અધિકારીએ જણાવ્યું કે, એક મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
ટાઈટન નામની આ સબમરીનનો રવિવારે સંપર્ક તુટી ગયો હતો. આ ઘટનાના 100 કલાક બાદ પણ હજુ તેનો પત્તો લાગ્યો નથી. આ સબમરીનમાં માત્ર 96 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન હતો. હવે તેમાં સવાર લોકોના બચવાની સંભાવના નહીવત છે.
નિર્માતાઓનો દાવો છે કે, સબમરીનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે 24 કલાક પછી સપાટી પર પાછી આવી જાય. પરંતુ લગભગ 4 દિવસ વીતી જવા છતાં પણ સબમરીનનો પત્તો લાગ્યો નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
