Pakistan : વિશ્વ બેંક કહ્યું - પાકિસ્તાન સૌથી નબળી અર્થવ્યવસ્થા, IMFએ રોકી લોન
Pakistan : ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ જરૂરી સુધારા ન કરવાના કારણે પાકિસ્તાનની 1.1 બિલિયન ડોલરની બે લોન મંજૂર કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. જેમાં ઇંધણના ભાવ ન વધારવાનો સમાવેશ થાય છે.World Bank said - Pakistan is the
Pakistan : વિશ્વ બેંકે પાકિસ્તાનને દક્ષિણ એશિયાની સૌથી નબળી અર્થવ્યવસ્થા તરીકે જાહેર કરી છે. વિશ્વ બેંકની ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટર રિપોર્ટ અનુસાર આ વર્ષ પાકિસ્તાનનો આર્થિક વૃદ્ધિ દર ફક્ત 1.7 ટકા રહેશે.

બીજી તરફ જરૂરી સુધારા ન કરવાના કારણે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ 1.1 બિલિયન ડોલરની બે લોન મંજૂર કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન સરકારે IMF પાસે મદદ માંગી હતી, પરંતુ તેના બદલામાં IMFએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની શરત મૂકી હતી.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં આ વર્ષે ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેબાઝ શરીફ સરકાર ઈંધણની કિંમતો વધારવા માંગતી નથી.
અત્રે નોંધનીય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફ છેલ્લા ઘણા દિવસોથી પોતાના દેશની સચ્ચાઇને સ્વીકારી જનતા સમક્ષ સાચી પરિસ્થિતિ જણાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે પાકિસ્તાન દ્વારા વારંવાર લોન લેવાની સરખામણી ભિખ માંગવા સાથે કરી હતી.
આ સાથે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે જણાવ્યું હતું કે, આ કારણે શરમ અનુભવવી પડી રહી છે. જે બાદ હવે શહબાજ શરીફે ભારત અંગે નિવેદન આપ્યું છે. શરીફે જણાવ્યું હતું કે, ભારત સાથે 3 યુદ્ધ લડીને પાકિસ્તાને પોતાનો પાઠ ભણી લીધો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
