અમેરિકાના કયા પગલાંથી ભારતના માથે જોખમ બમણું થયું?
કાબુલ, ઇસ્લામાબાદ, વૉશિંગ્ટન, 8 ડિસેમ્બર : ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ઘણા સુધર્યા છે અને અમેરિકા ભારતની તમામ મુશ્કેલીઓમાં પીઠબળ આપશે તેવું આપ વિચારી રહ્યા હોવ તો આપ ખોટું વિચારી રહ્યા છો. કારણ કે અમેરિકાએ તાજેતરમાં ઉઠાવેલા એક પગલાંને કારણે તેની સીધી અસર ભારતની સુરક્ષા પર થઇ છે. અમેરિકાના એક જ પગલાંને કારણે ભારતના માથે રહેલું દેશની સુરક્ષાનું જોખમ બમણું થઇ ગયું છે.
ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવનાર અમેરિકાએ એવું તો શું કર્યું કે ભારતની ચિંતા વધી ગઇ છે તે જાણવા માટે આગળ ક્લિક કરો...

શું કર્યું અમેરિકાએ?
અમેરિકાએ તાજેતરમાં પાકિસ્તાનને એવા ત્રણ ખતરનાક આતંકવાદીઓ સોંપી દીધા છે, જેમનો સંબંધ તાલિબાન સાથે છે. આ કારણે ભારતનું સુરક્ષા સંબંધિત જોખમ બમણું થઇ ગયું છે.

કયા આતંકવાદીઓને પાકિસ્તાનને સોંપ્યા?
અમેરિકાએ જે ત્રણ ખતરનાક આતંકવાદીઓ પાકિસ્તાનને સોંપ્યા છે તેમાંથી એક સિનિયર તાલિબાન કમાન્ડર છે. તેને અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પકડી પાડ્યો હતો.

તાલિબાનનો નંબર 2 કમાન્ડર
અમેરિકાની સેનાએ પાકિસ્તાનમાં તાલિબાનના નંબર 2 કમાન્ડર લતીફ મહસૂદને ઓક્ટોબર 2023ના રોજ એક સ્પેશ્યલ ઓપરેશન અંતર્ગત પકડી પાડ્યો હતો. આ ઓપરેશનને કારણે તત્કાલિન અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઇ ઘણા નારાજ થયા હતા. મહસૂદ પાકિસ્તાની નાગરિક હતો અને તેણ ચૂપચાપ પાકિસ્તાન આવ્યો હતો.

આતંકવાદીઓની સોંપણીની પુષ્ટિ
અમેરિકાની સેનાએ આ બાબતની પુષ્ટિ કરી છે કે ત્રણ કેદીઓને શનિવારે પાકિસ્તાનની હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે. જો કે અમેરિકાએ ત્રણે આતંકવાદીઓની ઓળખ જાહેર કરી નથી. પાકિસ્તાનના અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે તેમની પાસે તહરિક-એ-તાલિબાન ઓફ પાકિસ્તાનનો સિનિયર કમાન્ડર લતીફ મહસૂદ છે. આ ત્રણે આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં આવેલા અમેરિકન સેનાના સૌથી મોટા બેઝ બગરામ એરફિલ્ડમાંથી પકડી પાડવામાં આવ્યા હતા.

અમેરિકાની સેના પરત ફરશે
આ વર્ષના અંત સુધીમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેના સંપૂર્ણ રીતે પરત ફરવાની છે. આવી સ્થિતિમાં અમેરિકા તેની પાસે કોઇ પણ કેદીને રાખી શકે નહીં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
