Video : સોશિયલ મીડિયા પર છવાયેલી પાકિસ્તાની બોલ્ડ બ્યૂટી એરિકા રોબિન કોણ છે? જાણો કેમ ચર્ચામા છે?
પાકિસ્તાનના કરાચીમાં રહેતી એરિકા રોબિને હાલમાં જ મિસ યુનિવર્સ પાકિસ્તાનનો ખિતાબ જીત્યો છે અને બહુ જલ્દી અલ સાલ્વાડોરમાં યોજાનારી મિસ યુનિવર્સ સ્પર્ધામાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે.
આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાનમાંથી કોઈ વ્યક્તિ મિસ યુનિવર્સ સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ હોય. એરિકાની આ સિદ્ધિથી ઘણા લોકો ખુશ છે, જ્યારે પાકિસ્તાનના ઘણા રાજકારણીઓ અને ધાર્મિક નેતાઓ એરિકાથી નારાજ છે.

એરિકાની મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેવાના કારણે પાકિસ્તાન સરકારે ઈન્ટેલિજન્સ બ્યુરો દ્વારા તપાસના આદેશ આપ્યા છે. આ હોબાળા વચ્ચે એરિકા રોબિનની ખૂબસૂરતીને લઈને ખુબ ચર્ચામાં છે.
એરિકાનો જન્મ 14 સપ્ટેમ્બર 1999ના રોજ કરાચીમાં રહેતા એક ખ્રિસ્તી પરિવારમાં થયો છે. એરિકાએ 2014માં કરાચીની સેન્ટ પેટ્રિક ગર્લ્સ હાઈસ્કૂલમાંથી સ્નાતક થઈ અને આ પછી તેણે ચંદીગઢની સરકારી કોલેજ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં આગળનો અભ્યાસ કર્યો છે.
લગભગ છ વર્ષ પછી તેણીએ જાન્યુઆરી 2020 માં મોડેલિંગમાં પ્રવેશ કર્યો હતો. જુલાઈ 2020 માં, તેણે પાકિસ્તાનના DIVA મેગેઝિનમાં પોતાનું સ્થાન બનાવ્યું. મોડલિંગ સિવાય એરિકાએ ફ્લો ડિજિટલમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે પણ કામ કર્યું છે.
એરિકાની ખૂબસૂરતીની ખુબ ચર્ચા છે
એરિકા રોબિન પોતાની સ્ટાઈલથી બોલિવૂડ અને હોલીવુડની સુંદરીઓને ટક્કર આપે છે. એરિકાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. એરિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના 43 હજારથી વધુ ફોલોઅર્સ છે. હવે એરિકા 18 નવેમ્બરે સાન સાલ્વાડોરમાં યોજાનારી મિસ યુનિવર્સ 2023 સ્પર્ધામાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરશે.
એરિકા ટ્રાવેલ લવર છે
એરિકાને ફરવાનું પસંદ છે. તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોઈને સ્પષ્ટ થાય છે કે ટ્રાવેલિંગ તેનો શોખ છે. 2020માં તેણે પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાન ઉપરાંત તે વિદેશમાં પણ અનેક સ્થળોની મુલાકાત લઈ ચૂકી છે.
એરિકા કેમ ચર્ચામાં છે?
દુબઈના બિઝનેસ ગ્રુપ યુજેન પબ્લિશિંગ એન્ડ માર્કેટિંગે પાકિસ્તાનના નામે આ બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કર્યું હતું. અને આ બાબતે ત્યાંની સરકાર તરફથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. જે બાદ પાકિસ્તાન UAE સરકાર સાથે મળીને આ મામલાની તપાસ કરી રહ્યું છે.
houseofyugen.com નામની એક વેબસાઇટ પર પાકિસ્તાનની 24-28 વર્ષની મહિલાઓને અરજી કરવાનું કહેવામાં આવ્યું હતું. તમામ અરજીઓમાંથી કરાચીની એરિકા રોબિનને મિસ યુનિવર્સ પાકિસ્તાન 2023 તરીકે પસંદ કરવામાં આવી હતી.
જાણો શું કહ્યું એરિકાએ?
એરિકા રોબિને એક નિવેદનમાં કહ્યું કે, પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત છે પરંતુ મને ખબર નથી કે લોકો શા માટે વિરોધ કરી રહ્યા છે. કદાચ એવું એટલા માટે હશે કારણ કે હું પુરુષોથી ભરેલા રૂમમાં સ્વિમ શૂટ પહેરીને રેમ્પ વોક કરી રહી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
