કોણ છે એલેજાન્દ્રા મારિસા રેડ્રિગ્સ? જેણે 60 વર્ષે મિસ યુનિવર્સ બનીને ઇતિહાસ રચ્યો
મિસ યુનિવર્સ કે મિસ વર્લ્ડ જેવી બ્યુટી સ્પર્ધાઓની વાત આવે એટલે તમારા ધ્યાનમાં તરત જ કોઈ યુવા હસીનાનો ચહેરો આવે. જો કે આ ધારણાને એક 60 વર્ષની હસીનાએ તોડી દીધી છે.
તમે ઘણી છોકરીઓને 18, 19 અને 20 વર્ષની ઉંમરમાં મિસ યુનિવર્સ બનતી જોઈ હશે પરંતુ આજે અમે જે મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેણે 60 વર્ષે મિસ યુનિવર્સનો તાજ જીત્યો છે.

આ સૌથી મોટી મિસ યુનિવર્સનું નામ એલેજાન્ડ્રા રોડ્રિગ્ઝ છે, જેને તાજેતરમાં મિસ યુનિવર્સ બ્યુનોસ આયર્સનો તાજ પહેરાવવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે શરૂઆતમાં મિસ યુનિવર્સ સ્પર્ધકોએ અપરિણીત અને નિઃસંતાન હોવું જરૂરી હતું. તેમાં ભાગ લેવા સ્પર્ધકોની ઉંમર 18 થી 28 વર્ષની વચ્ચે હોવી ફરજીયાત હતી.
પરંતુ તાજેતરના ફેરફારો અનુસાર, હવે 18 થી 73 વર્ષની વયની મહિલાઓ મિસ યુનિવર્સ માટે ભાગ લઈ શકશે. આ સ્થિતિમાં, એલેજાન્દ્રાએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને જીતીને સાબિત કરી દીધું કે ઉંમર વ્યક્તિની પ્રતિભા છુપાવી શકતી નથી.
60 વર્ષીય એલેજાન્ડ્રા રેડ્રિગ્સ પત્રકાર હોવાની સાથે કાયદાકીય સલાહકાર પણ છે. તેણીએ હાઈસ્કૂલ પૂર્ણ કર્યા પછી પત્રકારત્વમાં કારકિર્દી બનાવી અને પછી એક હોસ્પિટલ માટે કાનૂની સલાહકાર તરીકે કામ કર્યું. એલેજાન્દ્રાને જોઈને કોઈ કહી શકતું નથી કે તે 60 વર્ષની છે. પોતાની સુંદરતાથી તે નાની ઉંમરની અભિનેત્રીઓને માત આપે છે.
60 વર્ષની એલેજાન્ડ્રા તેના ડાયટ પર વિશેષ ધ્યાન આપે છે. તેના આહારમાં હેલ્ધી ફૂડનો સમાવેશ થાય છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન એલેજાન્દ્રાએ પોતાના ડાયટ વિશે ઘણા ખુલાસા કર્યા હતા.
અલેજાન્દ્રાએ કહ્યું હતું કે,. હું જે કરવાનો પ્રયાસ કરું છું તે છે તૂટક તૂટક ઉપવાસ, મને લાગે છે કે તે ઘણી મદદ કરે છે. આમાં હું ઘણાં ફળો, ઘણી બધી શાકભાજી અને સારી ક્રીમનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરું છું. આ સાથે હું મારા વર્કઆઉટ પર પણ ખૂબ ધ્યાન આપું છું. હું દરરોજ વર્કઆઉટ પછી જોગિંગ પણ જાઉં છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
