ચિકનમાં મસાલો ઓછો નાખ્યો, તો મહિલાને બિલ્ડિંગ પરથી ફેંકી, પાકિસ્તાનના લાહોરનો ખતરનાક Video વાયરલ
Pakistan News: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ખૂબ જ સનસનાટીભર્યો અને ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે પાકિસ્તાનના લાહોર શહેરનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે "એક પાકિસ્તાની મહિલાને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા બળજબરીપૂર્વક બારીમાંથી ફેંકી દેવામાં આવી હતી કારણ કે ચિકનમાં મસાલો ઓછો હોવાથી એ લોકો તેના પર ગુસ્સે થયા હતા."

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક છોકરી તેના ઘરની સામે ઉભેલી જોવા મળી રહી છે. થોડી વાર પછી, જ્યારે તેણે એક મહિલાની ચીસો સાંભળી અને બિલ્ડિંગના ઉપરના માળેથી કંઈક પડ્યું, ત્યારે તેણે ઝડપથી દરવાજા બંધ કરી દીધા. ત્યારબાદ ઘણા લોકો મહિલાની મદદ કરતા જોવા મળે છે. મહિલાને પગમાં ગંભીર ઈજા થઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો વાયરલ થયા બાદ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે.
પાકિસ્તાની વેબસાઈટ એઆરવાય ન્યૂઝ પર 9 માર્ચે પ્રકાશિત થયેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહિલાના સાસરિયાઓએ તેને કથિત રીતે બિલ્ડિંગની નીચે ફેંકી દીધી હતી. બાદમાં, પંજાબ (પાકિસ્તાન)ના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફે પણ પીડિતાના પતિની તસવીરો સાથે સમાચાર પોસ્ટ કર્યા હતા, જેની પોલીસે ધરપકડ કરી છે.
મરિયન શરીફે પણ પુષ્ટિ કરી હતી કે મહિલાને "સારું ભોજન" ન આપવા બદલ બહાર ફેંકી દેવામાં આવી હતી, જોકે તેણે કયો ખોરાક સ્પષ્ટ કર્યો નથી.
પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, આ દુ:ખદ ઘટના લાહોરના નોનારિયન ચોક ખાતે શાલીમાર રોડ પાસે બની હતી. ગંભીર રીતે ઘાયલ મહિલાની ઓળખ મરિયમ તરીકે થઈ છે. એફઆઈઆર નોંધવામાં આવી હતી અને કેસમાં તેના પતિ શહેઝાદ, નણદોઈ રોમન અને સાસુ શાઝિયાનું નામ આપવામાં આવ્યું છે.
જો કે, એફઆઈઆરમાં ચિકન રાંધવા સંબંધિત કોઈ વિવાદનો ઉલ્લેખ નથી, જેના કારણે આવી ભયાનક ઘટના બની. પાકિસ્તાની મીડિયાએ પીડિતાની પૂછપરછ અને પીડિત મહિલાનું નિવેદન લેનારા સ્થાનિક પોલીસ અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે ચિકનમાં મસાલો યોગ્ય રીતે નાખવામાં આવ્યો ન હોવાને કારણે મહિલાએ જાતે જ કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મકાન જોકે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટના અંગે વિવિધ એંગલથી વધુ તપાસ કરવામાં આવી રહી છે.
In Lahore/ Pakistan woman was thrown out of a window by her husband and his family for not 'spicing the chicken' properly.
— Azzat Alsalem (@AzzatAlsaalem) March 30, 2024
She is in critical condition in hospital.
Her Husband Zubair got arrested!
Women are honoured by peaceful culture! pic.twitter.com/joIdLXr8lt
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
