ઓબામાની ભારત યાત્રા, અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી
નવી દિલ્હી, 19 જાન્યુઆરી: સરહદ પારથી ભારતમાં પાકિસ્તાન તરફથી જારી આતંકવાદી ગતિવિધીઓને ધ્યાનમાં રાખતા અમેરિકાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. અમેરિકાએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે જો રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ભારત પ્રવાસ પર તેણે કોઇપણ હરકત કરી તો તેની ખેર નથી.

અમેરિકન સુરક્ષા એજન્સીઓ તરફથી આ ચેતવણી પાકિસ્તાનને જારી કરવામાં આવી છે અને તેના અંજામ માટે પણ તૈયાર રહેવા જણાવ્યું છે. પાકિસ્તાને આ ચેતવણી પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી સંગઠનોના ટ્રેક રેકોર્ડને જોતા આપી છે. પાકિસ્તાન હંમેશા ભારતમાં જ્યારે કોઇ અમેરિકન ઉચ્ચ અધિકારી આવે છે ત્યારે જ પોતાના ષડયંત્રને અંજામ આપે છે.
આતંકી સંગઠનોએ માર્ચ 2000માં જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં 36 શીખોની હત્યા કરી નાખી હતી. તે સમયે અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન ભારતની યાત્રા પર હતા. વોશિંગ્ટનથી પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવામાં આવ્યું છે કે ઓબામાની મુલાકાત દરમિયાન સરહદ પારથી ભારત પર કોઇ પણ પ્રકારનો આતંકી હુમલો સાખી લેવામાં આવશે નહીં.
24 જાન્યુઆરીથી યૂએસ ઓફિસર્સના હવાલે દિલ્હી
- ભારતીય ગણતંત્ર દિવસ સમારંભના મુખ્ય અતિથિ રહેશે.
- આ દરમિયાન તેઓ બે કલાક સુધી ખુલા મંચ પર હાજર રહેશે
- ઓબામા દિલ્હીના આઇટીસી મોર્યા હોટલમાં રોકાશે.
- હોટલને સીક્રેટ સર્વિસ એજેન્ટે પોતાના અધિકારમાં લઇ લીધા છે.
- અમેરિકન અધિકારીઓએ અત્રે એક મલ્ટી ફ્રિક્વેંસી કંટ્રોલ રૂમ બનાવ્યું છે.
- અમેરિકન સુરક્ષા અધિકારી પણ સિક્યોરિટી કંટ્રોલ રૂમ ટીમનો ભાગ બનશે.
- આ અધિકારી 15000 સીસીટીવી કેમેરા દ્વારા ગતિવિધિ પર નજર રાખશે.
- ગણતંત્ર દિવસ પરેડની સુરક્ષા વ્યવસ્થા માટે અમેરિકન અધિકારીઓને એક પાવર પોઇન્ટ પ્રેજેંટેશન પણ આપવામાં આવ્યું છે.
- આ પ્રેજેન્ટેશનમાં તે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનારા કલાકારોની સાથે જ વીવીઆઇપીઝ અંગે પણ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- દિલ્હી પોલીસની 80000 પર્સનલ ટીમ ઉપરાંત 20000 પેરામિલિટ્રી પર્સનલ અને આર્મ્ડ પોલીસ ફોર્સ સુરક્ષામાં ખડેપગે રહેશે.
- ઇન્ડિયા રિઝર્વ બટાલિયનના જવાન રાજધાનીની સાથે જ રાજપથ પર પણ સુરક્ષા વ્યવસ્થાને જોશે.
- એન્ટી-એરક્રાફ્ટ ગનને સ્ટ્રેટેજિક લોકેશન પર રાખી દેવામાં આવ્યા છે.
- મેટ્રો સ્ટેશનો અને રાજપથની આસપાસના વિસ્તારોને 24 જાન્યુઆરીથી જ અમેરિકન સુરક્ષા અધિકારીઓના હવાલે કરી દેવામાં આવશે.
- સ્નાઇપર્સને તેમની બતાવવામાં આવેલી લોકેશન પર બંદોબસ્તમાં મૂકી દેવામાં આવશે.
- ઇન્ડિયન એરફોર્સના એરક્રાફ્ટ્સ રાજપથની સાથે જ વીવીઆઇપીઝને પણ સુરક્ષા કવર આપશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
