US tariff news : ભારતે સાથ છોડતા ટ્રમ્પને ચિંતા થઈ? જાણો કેમ આવી પોસ્ટ કરી?
US tariff news : અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ એક નિવેદન આપીને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં હલચલ મચાવી દીધી છે. શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટમાં ભારત, ચીન અને રશિયા વચ્ચે વધતા સહયોગને જોતા ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, મને લાગે છે કે આપણે ભારત અને રશિયાને ગુમાવી દીધા છે અને હવે તેઓ સૌથી ઊંડા, અંધકારમય ચીન સાથે છે.

આ નિવેદન સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની તસવીર પણ શેર કરી.
ચીનમાં યોજાયેલી SCO સમિટમાં વૈશ્વિક સુરક્ષા, વેપાર અને પ્રાદેશિક સ્થિરતા જેવા મુદ્દાઓ પર ત્રણેય દેશો વચ્ચે સઘન ચર્ચા થઈ. આ બેઠકમાં ત્રણેય નેતાઓએ એક મંચ પર સાથે બેસીને વૈશ્વિક સ્તરે તેમનો પ્રભાવ દર્શાવ્યો.
આ ઘટનાક્રમથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે, કારણ કે ભારત અને રશિયાનો ચીન સાથેનો વધતો આર્થિક અને રાજદ્વારી સંબંધ અમેરિકા સહિત ઘણા દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે.
અમેરિકા અને ભારત વચ્ચેના તણાવનું કારણ અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ૨૫% ટેરિફ લગાવ્યો હતો અને ૨૭ ઓગસ્ટ ૨૦૨૫થી તેને વધારીને ૫૦% કરી દેવામાં આવ્યો છે.
US President Donald Trump writes on Truth Social, "Looks like we’ve lost India and Russia to deepest, darkest, China. May they have a long and prosperous future together!" pic.twitter.com/psIJcs8RhW
— ANI (@ANI) September 5, 2025
અમેરિકાનું કહેવું છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને પરોક્ષ રીતે યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરી રહ્યું છે. જો કે, ભારતે આ આરોપોનો વિરોધ કર્યો છે અને બંને દેશો વચ્ચે વેપાર સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
