યુએસ સેનેટે ભારતીય મૂળના મનીષ શાહને બનાવ્યા ફેડરલ જજ
વૉશિંગ્ટન, 3 મે : ભારતીય મૂળના અને અમેરિકામાં વસેલા મનીષ શાહને ઈલીનોઈ રાજ્યના ફેડરલ જજ તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને અમેરિકાની સેનેટે મંજૂરી આપી દીધી છે. આથી મનીષ શાહ અમેરિકામાં વસ્તીની દ્રષ્ટિએ પાંચમા નંબરના ગણાતા ઈલીનોઈ રાજ્યમાં આ પદે નિયુક્ત થનાર પ્રથમ દક્ષિણ એશિયન જજ બન્યા છે.
મનીષ શાહ હાલ 40 વર્ષની વય ધરાવે છે. તેમની નિયુક્તિને સેનેટે સર્વાનુમતે એટલે કે 95 વિરુદ્ધ 0 મત સાથે મંજૂરી આપી છે.
ઈલીનોઈના સેનેટર માર્ક કિર્કે સેનેટની મંજૂરી બાદ એક નિવેદનમાં કહ્યું છે કે પ્રોસિક્યૂટર તરીકે શાહના અનુભવ અને શિકાગોના યુએસ એટર્નીના કાર્યાલયમાં તેમણે હાંસલ કરેલા અનેક લીડરશિપ પદને લીધે તે વિદ્વાન જજ તરીકે સમ્માનીય છે. તે મુલ્કી વિવાદો તથા ગુનાઓની કાનૂની કાર્યવાહીમાં ન્યાયી પ્રક્રિયાને આગળ વધારશે એવો અમને વિશ્વાસ છે.

ન્યૂ યોર્કમાં જન્મેલા શાહ હાલ ક્રિમિનલ ડિવિઝનના વડા તરીકે સેવા બજાવે છે. તેઓ વર્ષ 2001થી નોર્ધર્ન ડિસ્ટ્રીક્ટ ઓફ ઈલીનોઈમાં સહાયક યુએસ એટર્ની હતા. વર્તમાન સમયમાં તેઓ ક્રિમિનલ ડિવિઝનના પ્રમુખ છે. આ પહેલા વર્ષ 2012 સુધી ક્રિમિનલ અપીલ્સના પ્રમુખ હતા. તેઓ વર્ષ 2008થી 2011 સુધી આર્થિક અપરાધ અને વિશેષ અભિયોજન વિભાગના ઉપપ્રમુખ પદે પણ રહી ચૂક્યા હતા.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
