Hawaii wildfires: હવાઈના જંગલોમાં લાગેલી આગમાં મૃત્યુ આંક પહોંચ્યો 53 પર, બાઈડેને જાહેર કરી મોટી આપત્તિ
Hawaii wildfires: અમેરિકાના હવાઈમાં આવેલા માઉઈ ટાપુ પર સ્થિત ઐતિહાસિક શહેર લાહેનાના જંગલોમાં ભીષણ આગ લાગી ગઈ. જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 53 લોકોના મોત નીપજ્યા છે અને હજારો લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. વાવાઝોડાના કારણે વન્યજીવ અને જંગલ બળીના ખાખ થઈ ગયા.
એએફપીના અહેવાલ અનુસાર, માઉઈ કાઉન્ટીના અધિકારીઓએ જણાવ્યું કે, લાહેનાના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે ગુરુવારે જ 17 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

લાહેનાના રહેવાસી મેસન જાર્વીએ કહ્યુ કે, 'અમે અત્યાર સુધીની સૌથી ખરાબ કુદરતી આફત જોઈ છે. આખુ લાહેના બળીને ખાખ થઈ ગયુ છે. આ એખ સર્વનાશ જેવુ છે.' માઉ કાઉન્ટીએ જણાવ્યું હતું કે ગુરુવાર સવાર સુધીમાં લાહેનાની આગ 80 ટકા કાબુમાં હતી.
બુધવાર સુધી માઉઈમાંથી 14 હજારથી વધુ લોકોને કાઢવામાં આવ્યા કારણકે અધિકારીઓએ લાહેના, તેના બંદરગાહ અને આસપાસના ક્ષેત્રોમાં વ્યાપક વિનાશની પુષ્ટિ કરી. હવાઈ સરકારના જોશ ગ્રીને જણાવ્યું હતું કે આગને કારણે 1,000 થી વધુ બાંધકામો નાશ પામ્યા છે અને કેટલાક હજુ પણ બળી રહ્યા છે. તેમણે કહ્યું કે જો શોધ અને બચાવ અધિકારીઓની વાત માનીએ તો મૃત્યુઆંક વધી શકે છે.
હવાઈ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને રોઈટર્સના જણાવ્યા અનુસાર માઉમાં જંગલની આગને કારણે 11,000થી વધુ પ્રવાસીઓને સ્થળાંતર કરવામાં આવ્યા છે. આગ હોવા છતાં, એરપોર્ટ ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને એરલાઈન્સ લોકોને ટાપુ પરથી બહાર કાઢવામાં મદદ કરવા માટે હવાઈ ભાડું ઘટાડી રહી હતી તેમ એડ સ્નિફેને જણાવ્યું હતું.
પ્રમુખ જો બાઈડેને હવાઈમાં જંગલી આગની આપત્તિને એક મોટી આપત્તિ જાહેર કરી, જેનાથી રાજ્યને પુનઃપ્રાપ્તિના પ્રયાસોમાં સંઘીય ભંડોળનો ઉપયોગ કરવાની મંજૂરી મળી. ગુરુવારે, માઉ, હવાઈ અને ઓહાઉના કેટલાક વિસ્તારોમાં ભડકેલી જંગલી આગના પરિણામે 36 લોકોના મૃત્યુ થયા હતા અને હજારો અન્ય લોકોનું સ્થળાંતર થયા પછી શ્રી બાઈડેને ઘોષણા જાહેર કરી. હવાઈના ગવર્નર જોશ ગ્રીને ગુરુવારે સીએનએનને જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં 1,700થી વધુ ઇમારતો અને અબજો ડૉલરની સંપત્તિનો નાશ થયો છે.
વ્હાઈટ હાઉસના નિવેદન અનુસાર, બાઈડેન દ્વારા જાહેર કરવામાં આવેલી સહાયમાં અસ્થાયી આવાસ અને ઘરના સમારકામ માટે અનુદાન, વીમા વિનાની મિલકતના નુકસાનને આવરી લેવા અને લોકો અને વ્યવસાય માલિકોને આપત્તિની અસરોમાંથી પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે ઓછી કિંમતની લોનનો સમાવેશ થાય છે. બાઈડેન વહીવટીતંત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં ફેડરલ સહાય કામગીરીનું સંકલન કરવા એજન્સીઓને તૈનાત કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
