Coronavirusને કારણે અમેરિકામાં 1 લાખથી વધુના જીવ જઈ શકે- હેલ્થ ઑફિસરની ચેતવણી
Coronavirusને કારણે અમેરિકામાં 1 લાખથી વધુના જીવ જઈ શકે- હેલ્થ ઑફિસરની ચેતવણી
નવી દિલ્હીઃ આખું વિશ્વ કોરોના વાયરસના લપેટામાં આવી ચૂક્યું છેમહાશક્તિ અમેરિકા પણ ખુદ કોરોનાથી બચી નથી શક્યું. કોરોના વાયરસના કારણે અણેરિકાની સ્થિતિ પણ બગડતી જઈ રહી છે. પોતાના પરમાણુ બોમ્બ અે હાઈટેક હથિયારોથી દુનિયામાં દબદબો બનાવનાર અમેરિકા પણ કોરોના સામે પરસ્ત થઈ ચૂક્યું છે. હવે અમેરિકાના ટૉપ મેડિકલ ઑફિસરની ચેતવણીએ ટ્રમ્પ સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બગડતા હાલાતને જોતા અમેરિકામાં સોશિયલ ડિસ્ટેન્સિંગની ગાઈડલાઈનને 30 એપ્રિલ સુધી લંબાવી દીધી છે.

અમેરિકામાં સંક્રમણના મામલા વધ્યા
અમેરિકામાં કોરોના વાયરસના સંક્રમણના મામલા વધતા જઈ રહયા છે. અહીં 1 લાખથી વધુ મામલા સામે આવી ચૂક્યા છે. અણેરિકાના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન ડિજિજના ડાયરેક્ટરે ચેતવણી આપી છે કે અમેરિકામાં કોરોના વાયરસથી સ્થિતિ વધુ બગડી શકે છે. એનઆઈએઆઈડીના ડાયરેક્ટર ડૉ એંથની ફૌસીની ચેતવણી મુજબ આગામી કેટલાક દિવસોમાં અમેરિકામાં લાખો લોકો આ ખતરનાક કોવિડ 19ના લપેટામાં આવી જશે.

1 લાખથી વધુના જીવ જઈ શકે
તેમણે કહ્યું કે જીવલેણ વાયરસ અમેરિકામાં 1 લાખથી વધુ લોકોના મોતનું કારણ બની શકે છે. ઉલ્લેખનીય છે કે ન્યૂ યોર્કમાં સૌથી વધુ કોરોનાનો પ્રકોપ છે. આ શહેરમાં સંક્રમણના હજારો મામલા સામે આવી ચૂક્યા છે, પરંતુ પ્રેસિડેન્ટ ટ્રમ્પે હજી સુધી ન્યૂયોર્કને ક્વૉરંટાઈન કરવાનો ફેસલો નથી લીધો. અમેરિકામાં કોરોના વાયરસના 1.3 લાખ મામલા સામે આવી ચૂક્યા છે. અમેરિકા બાદ ઈટલી અને સ્પેન ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

ટ્રમ્પની ઊંઘ ઉડી
અમેરિકાની વાત કરીએ તો અહીં ગામડાઓ સુધી આ વાયરસનો ખતરો પહોંચી ચૂક્યો છે. અમેરિકાના ડેટ્રાયટ, ન્યૂ ઑરલીંસ અને શિકાગો સુધી આ વાયરસનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે. જો કે ટ્રમ્પ સરકાર તરફથી હજી લૉકડાઉનની ઘોષણા કરાઈ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
