PM Modi US Visit: પીએમ મોદી સાથે સેલ્ફી અને ઑટોગ્રાફ લેવા માટે અમેરિકી સાંસદોએ લગાવી લાઈન
PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની રાજકીય મુલાકાતે છે, જે દરમિયાન તેમણે યુએસ સંસદને સંબોધન કર્યું હતું. પીએમના સંબોધન બાદ તમામ સાંસદોએ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી અને તેમનો ઓટોગ્રાફ લીધો. જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે તમામ સાંસદો પીએમ મોદી સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ લેવા માટે લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા.
ઘણા સાંસદો પીએમ મોદી સાથે સેલ્ફી લેવા અને તેમનો ઓટોગ્રાફ લેવા માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. લગભગ એક કલાક સુધી પીએમ મોદીનું ભાષણ સાંભળ્યા બાદ આ સાંસદોએ વડાપ્રધાન સાથે થોડી ક્ષણો વિતાવી. જ્યારે પીએમ આ સાંસદો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે લોકો ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવી રહ્યા હતા.

ભાષણ દરમિયાન લોકોએ ઉભા થઈને 12 વખત પીએમ મોદીને તાળીઓથી વધાવી લીધા હતા, જ્યારે ભારતીય સમુદાયના લોકોએ ઉભા થઈને બે વખત પીએમનું અભિવાદન કર્યું હતું. પીએમના ભાષણ દરમિયાન તમામ અમેરિકન સાંસદો અને ભારતીય સમુદાયના લોકો તેમને સાંભળવા આવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ તેમના ભાષણ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ વાતો કહી અને ઘણી એવી પળોના લોકો સાક્ષી બન્યા જે ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ. આ દરમિયાન પીએમએ કહ્યું કે અમેરિકામાં ઘણા ભારતીયો છે જેમના મૂળ અહીં જ સ્થાયી થયા છે. એક મારી પાછળ એક છે જેંમણે ઈતિહાસ રચ્યો છે. પીએમ મોદીએ કમલા હેરિસનો ઉલ્લેખ કરતા આ વાત કહી.
ભાષણ દરમિયાન સમોસા કાકસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તે ભારતીય અને અમેરિકન ધારાસભ્યો વચ્ચેનું જૂથ છે, જેમાં કાં તો હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટીવના સભ્ય છે અથવા સેનેટના. તમને જણાવી દઈએ કે આ શબ્દનો ઉપયોગ કોંગ્રેસમેન કૃષ્ણમૂર્તિએ કર્યો હતો, તેમણે યુએસ કોંગ્રેસમાં વધતા દેશી સાંસદોનો ઉલ્લેખ કરતા આ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
જ્યારે પીએમ મોદીએ કહ્યું કે આફ્રિકન યુનિયનને પણ G-20ના પૂર્ણ-સમય સભ્ય બનવું જોઈએ, ત્યારે ગૃહના લોકોએ તેમના માટે ઉભા થઈને તાળીઓ પાડી. પીએમએ કહ્યું કે આ સમયે લોકો માટે વિચારણા, લગાવ અને ચિંતાની જરૂર છે. ગ્લોબ સાઉથને અવાજ આપવાની જરૂર છે. એટલા માટે હું દૃઢપણે માનું છું કે આફ્રિકન યુનિયનને પણ G-20નું પૂર્ણ સભ્યપદ મળવું જોઈએ.
પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે યુક્રેન વિવાદથી યુરોપમાં યુદ્ધ ફરી વળ્યું છે, તે આ પ્રદેશને ઘણી પીડા આપી રહ્યું છે. કારણ કે તેમાં સુપર પાવર્સ સામેલ છે, તેના પરિણામો ભયાનક હોઈ શકે છે. નોંધનીય છે કે સ્ટેટ ડિનર દરમિયાન પીએમ મોદીએ યુએસ-ભારત સંબંધોને અતૂટ અને ગાઢ મિત્રતા ગણાવ્યા હતા.
#WATCH | US Congressmen lined up to take autographs and selfies with Prime Minister Narendra Modi after his address to the joint sitting of the US Congress, earlier today. pic.twitter.com/wkPdacGjHN
— ANI (@ANI) June 23, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
