COVID-19: અમેરિકામાં પાછલા 24 કલાકમાં 3176 કોરોના સંક્રમિતોના મોત
COVID-19: અમેરિકામાં પાછલા 24 કલાકમાં 3176 કોરોના સંક્રમિતોના મોત
વૉશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાયરસનો તાંડવ સતત યથાવત છે, કોવિડ 19ના કારણે અમેરિકામાં પાછલા 24 કલાકમાં 3176 લોકોના મોત થયા છે, આની સાથે જ અહીં મરનારાઓની સંખ્યા 50000ની નજીક પહોંચી ગઈ છે, જેવી રીતે અહીં કોરોના વાયરસથી લોકોના મોત થઈ રહ્યા છે, તેણે અહીંના હાલાતને ઘણા ગંભીર બનાવી દીધા છે, એક દિવસમાં કોરોનાથી 3176 લોકોના મોતથી ગુરુવાર અમેરિકા માટે સૌથી ઘાતક બની ગયો છે.

જણાવી દઈએ કે આખી દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે લથડીયાં ખાઈ રહી છે. દુનિયાભરમાં આના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધી કોરોનાથી 26 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 1 લાખ 84 હજારથી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસ પોઝિટિવ મામલાની સંખ્યા 21700 થઈ ગઈ છે અને 686 લોકોના મોત થયા છે. દેશમાં આ સમયે 16454 એક્ટિવ કેસ છે. 4257 દર્દી ઠીક થઈ ઘરે પહોંચી ગયા છે.
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાછલા અઠવાડિયે ડબલ્યૂએચઓની આર્થિક મદદ બંધ કરવાની ઘોષણા કરી. ટ્રમ્પે કહ્યું કે સંગઠને મહામારી છિપાવવામાં ચીનનો સાથ આપ્યો અને એવામાં તે આર્થિક મદદ ચાલુ ના રાખી શકે. અમેરિકા તરફથી તરફથી સંગઠનને સૌથી વધુ આર્થિક મદદ આપવામાં આવે છે. અમેરિકા તરફથી ડબલ્યૂએચઓને 400 મિલિયન ડૉલરની મદદ મળે છે. રાઉસ ઑફ રિપ્રજેન્ટેટિવ્સમાં રિપબ્લિકન પાર્ટીના સાંસદોની ભલામણ હતી કે જ્યાં સુધી ડૉક્ટર્સ રાજીનામા ના આપે ત્યાં સુધી એજન્સીને આર્થિક સહાયતા આપવામાં ન આવે.
ટેડરસ એડહૉમે ટ્રમ્પને અપીલ કરી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફ ટેડરૉસ એડહનોમ ગ્રેબેસિયસે કહ્યું કે તેઓ રાજીનામું નહિ આપે. આની સાથે જ તેમણે અમેરિકાને અપીલ કરી કે તે આર્થિક સહાય બંધ ના કરે બલકે મહામારીથી નિપટવામાં તેમની સહાયતા કરે અને જિંદગીઓ બચાવે. જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારી વચ્ચે જ ડબલ્યૂએચઓ સતત આલોચનાનું કેન્દ્ર બન્યું છે. કેટલાય લોકો માની રહ્યા છે કે સંગઠને મહામારી પ્રત્યે લાપરવાહી ભરેલું વલણ અપનાવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
