યુક્રેની રાષ્ટ્રપતિએ રશિયાને UNSCમાંથી બહાર કરવાની કરી માંગ, કહ્યુ - બાળકો સામે મહિલાઓના થઈ રહ્યા છે રેપ
યુક્રેની રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્રને રશિયા પર તત્કાલ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નવી દિલ્લીઃ રશિયા સાથે વિવાદના પ્રારંભિક તબક્કામાં ઘણા દેશોએ યુક્રેનની મદદનુ આશ્વાસન આપ્યુ હતુ પરંતુ યુદ્ધ શરુ થતા જ બધા પાછળ હટી ગયા. જેના કારણે યુક્રેન સંપૂર્ણપણે વિનાશના આરે પહોંચી ગયુ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કી સતત બધા દેશો પાસે માંગ કરી રહ્યા છે. હવે તેમણે સંયુક્ત રાષ્ટ્રને રશિયા પર તત્કાલ કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ તે ઈચ્છે છે કે રશિયાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)માંથી બહાર કાઢી દેવામાં આવે.

રાષ્ટ્રપતિ વોલોદિમીરે મંગળવારે કહ્યુ કે યુક્રેન પર રશિયાનો હુમલા ચાલુ છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રએ રશિયાના ગુનાઓ માટે જવાબદેહી માંગવી જોઈએ. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાંથી પણ રશિયાને બહાર કાઢી દેવુ જોઈએ. તેમણે કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્રને તત્કાલ કાર્યવાહી કરવાની જરુર છે. આની પ્રણાલીમાં તત્કાલ સુધારો કરવો જોઈએ. સાથે જ સુરક્ષા પરિષદમાં બધા ક્ષેત્રોનુ યોગ્ય પ્રતિનિધત્વ હોવુ જોઈએ અને રશિયાની સેનાને કોર્ટમાં લાવવી જોઈએ.
યુક્રેની રાષ્ટ્રપતિએ નરસંહાર પર કહ્યુ કે બુચા નાગરિકોને ટેંકોથી કચડી દેવામાં આવ્યા, મહિલાઓને તેમના બાળકો સામે બળાત્કાર કરવામાં આવ્યો અને તેને મારી નાખવામાં આવ્યા. બુચામાં રશિયાની સેનાએ જે કર્યુ તે ક્રૂરતા છે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનુ ખરેખર ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે.
બાઈડેને પણ કર્યો હતો હુમલો
વળી, સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે બુચા નરસંહારનો ઉલ્લેખ કરીને કહ્યુ કે જ્યારે મે પુતિનને વૉર ક્રિમિનલ કહ્યા તો મારી ટીકા થઈ પરંતુ તે વાસ્તવમાં વૉર ક્રિમિનલ છે. તેમણે દાવો કર્યો કે અમેરિકા યુક્રેનનના હથિયારની સપ્લાય ચાલુ રાખશે. આ ઉપરાંત રશિયા પર નવા પ્રતિબંધ લગાવવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
