યુક્રેનનો યુ ટર્ન: અફઘાનિસ્તાનમાં પોતાનું વિમાન હાઇજેકની વાત નકારી
યુક્રેને અફઘાનિસ્તાનમાં તેના એક વિમાનનું અપહરણ કરવાનો ઈન્કાર કર્યો છે. રાજધાની કિવના સરકારી અધિકારીઓએ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં તેના લોકોને લેવા ગયેલ પ્લેન ન તો હાઇજેક થયું છેકે નતો તેને ઇરાન લઇ જવામાં આવ્યું છે. હકીક
યુક્રેને અફઘાનિસ્તાનમાં તેના એક વિમાનનું અપહરણ કરવાનો ઈન્કાર કર્યો છે. રાજધાની કિવના સરકારી અધિકારીઓએ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં તેના લોકોને લેવા ગયેલ પ્લેન ન તો હાઇજેક થયું છેકે નતો તેને ઇરાન લઇ જવામાં આવ્યું છે. હકીકતમાં યુક્રેનના નાયબ વિદેશ મંત્રી યેવગેની યેનીને અગાઉ કહ્યું હતું કે કાબુલમાં અજાણ્યા બંદૂકધારીઓએ તેમના એક વિમાનને હાઇજેક કરાયું હતું અને તેને ઈરાન લઈ ગયા હતા.

નાયબ વિદેશ મંત્રીએ શું કહ્યું?
યુક્રેનના નાયબ વિદેશ મંત્રી યેવગેની યેનીને કહ્યું કે તેમના દેશનું એક વિમાન રવિવારે કાબુલ પહોંચ્યું હતું. આ વિમાન અફઘાનિસ્તાનમાં ફસાયેલા યુક્રેનિયનોને પરત લાવવા માટે ગયું હતું, પરંતુ કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ વિમાનને હાઇજેક કરીને ઇરાન લઇ ગયા હતા. તેમણે કહ્યું કે આ લોકો કોણ હતા, તે જાણી શકાયું નથી હાઇજેકર્સ હથિયારોથી સજ્જ હતા. વિમાન હાઇજેક થવાના કારણે, અમારા એરલિફ્ટનો પ્રયાસ સફળ થયો નહીં કારણ કે અમારા માણસો એરપોર્ટ સુધી પહોંચી શક્યા ન હતા. હવે યુક્રેને આ વાતને નકારી છે.
વિશ્વભરના દેશોએ તેમના નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાએ પોતાના દળોને પાછા ખેંચી લેતા તાલિબાને ત્યાં નિયંત્રણ મેળવી લીધું છે. કાબુલ પર તાલિબાનોના કબ્જા બાદ ત્યાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને વિદેશના નાગરિકો ડરી ગયા છે. આવી સ્થિતિમાં, વિશ્વભરના દેશો તેમના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે 100 થી વધુ યુક્રેનિયન નાગરિકો અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે, જેને બચાવવા યુક્રેન સરકાર પ્રયાસ કરી રહી છે. ભારત પણ તેના નાગરિકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. માત્ર અન્ય દેશોના લોકો જ નહીં પણ અફઘાનિસ્તાનના ઘણા લોકો પણ કોઈક રીતે ત્યાંથી બહાર નીકળવા માંગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
