યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યુ - બધા દેશ PM મોદીને અપીલ કરે કે એ પુતિનને સમજાવે
યુક્રેનના વિદેશ મંત્રીએ પીએમ મોદીને અપીલ કરી છે કે એ પુતિનને સમજાવે કે યુદ્ધ રોકી દે.
કીવઃ રશિયા દ્વારા આજે સીઝફાયરનુ એલાન કરાયા બાદ એક વાર ફરીથી મારિયુપોલ અને વોલ્નોવાખામાં લડાઈ શરુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાસે કહ્યુ કે પુતિન યુક્રેનને એકલુ છોડી દે. તમે આ યુદ્ધ નહિ જીતી શકો. આ રશિયાને બચાવવા અને આ લડાઈને ખતમ કરવાનો સમય છે...113 કંપનીએ રશિયા સાથે અથવા રશિયામાં કામ કરવાનુ બંધ કરી દીધુ છે. હું એ કંપનીઓના નિર્ણયની પ્રશંસા કરુ છુ. આ સાથે જ તેમણે પીએમ મોદીને અપીલ કરી છે કે એ પુતિનને સમજાવે કે યુદ્ધ રોકી દે.

યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાસે કહ્યુ કે ભારત સાથએ વિશેષ સંબંધોને શેર કરનાર બધા દેશ પ્રધાનમંત્રી મોદીને અપીલ કરી શકે છે કે તે રાષ્ટ્રપતિ પુતિન સાથે સંપર્ક કરવાનુ ચાલુ રાખે અને તેમને સમજાવે કે આ યુદ્ધ કોઈના હિતમાં નથી. રશિયાના લોકોને પણ આમાં કોઈ રસ નથી. તેમણે કહ્યુ કે ભારત યુક્રેનના કૃષિ ઉત્પાદનોના સૌથી મોટા ગ્રાહકોમાંનુ એક છે. જો આ યુદ્ધ ચાલુ રહેશે તો અમારા માટે નવા પાક ઉગાવવા મુશ્કેલ બની જશે. વૈશ્વિક અને ભારતીય ખાદ્ય સુરક્ષા મામલે પણ આ યુદ્ધને રોકવુ સહુના હિતમાં છે.
તેમણે આગળ કહ્યુ કે ભારતમાં રશિયન દૂતાવાસ પર ભારતીય લોકો દબાણ બનાવીને રશિયાને યુદ્ધ રોકવાની માંગ કરી શકે છે. યુક્રેન માત્ર એટલા માટે લડી રહ્યુ છે કારણકે અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો અને અમારે અમારી જમીનની રક્ષા કરવાની છે. પુતિન અમારા અસ્તિત્વના અધિકારને નથી ઓળખતા. હ્યુમન કૉરિડોર અને યુદ્ધવિરામ હાજર નથી કારણકે રશિયન બળોએ હ્યુમન કૉરિડોરની વ્યવસ્થા માટે સવારે થયેલી સમજૂતીનુ ઉલ્લંઘન કર્યુ છે. અમે રશિયાથી વિદેશી છાત્રો સહિત નાગરિકોને કાઢવાની અનુમતિ આપવા માટે ગોળીબાર બંધ કરવાનો આગ્રહ કરીએ છીએ.
વિદેશ મંત્રીએ આગળ કહ્યુ કે જો રશિયા વિદેશી છાત્રો બાબતે હેરફેર કરવાનુ બંધ કરી દે અને ફાયરિંગ રોકી દે તો એ બધાને સુરક્ષિત કાઢવામાં આવશે. હું ભારત, ચીન અને નાઈજીરિયાની સરકારોને રશિયાને ફાયરિંગ રોકવા અને નાગરિકોને જવા દેવાની અનુમતિ આપવાની અપીલ કરુછુ. યુક્રેન પર વિદેશી છાત્રોને બંધક બનાવીને રાખવા, તેમના અધિકારોનુ ઉલ્લંઘન કરવા, તેમની સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવીને રશિયા આ દેશોની સહાનુભૂતિ જીતવાની કોશિશ કરી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
