Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હેન્ડસમ યુવકો માટે અરબ દેશોમાં 'નો એન્ટ્રી'

burqa
નવી દિલ્હી, 19 એપ્રિલઃ સાઉદી અબરમાં યુવકોનું સ્માર્ટ હોવું તેમના માટે ખતરો બની શકે છે. જો ત્યાંના યુવક હેન્ડસમ છે તો તેમણે દેશ છોડીને જવુ પડી શકે છે. દલીલ એવી છે કે જો યુવક સ્માર્ટ છે તો તેની સુંદરતા પર મહિલાઓ ફિદા થઇ જાય છે. જીહાં, સાઉદી અરબમાં હેન્ડસમ યુવકો માટે નો એન્ટ્રી છે.

સાઉદી અરબમાં ત્રણ યુવકોને દેશ બહાર નિકળવાનું ફરમાન સંભાળવવામાં આવ્યું છે. તેમની સુંદરતા જ તેમના માટે સજા બની ગઇ. ત્રણેય ઘણા હેન્ડસમ છે તેથી તેમનો દેશ નિકાલ કરવામાં આવ્યો. સંયુક્ત અરબ અમીરાતથી આવેલા આ ત્રણેય યુવકો રાજધાની રિયાદમાં એક કલ્ચરલ ફેસ્ટિવલમાં સામેલ થવા માટે આવ્યા હતા.

આ દરમિયાન ત્યાંની ધાર્મિક પોલીસે તેમને જોયા અને તેમને બળજબરીપુર્વક ત્યાંતી લઇને જતી રહી. પોલીસે બળજબરીપુર્વક તેમને પરત મોકલી દીધા. અરબી ભાષાના એક સમાચારપત્રએ કાર્યક્રમમાં આવેલા ધાર્મિક પોલીસના એક અધિકારીના હવાલાથી લખ્યું છે કે કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા આ ત્રણેય યુવકો ઘમા હેન્ડસમ હતા, જેના કારણે તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા. ધાર્મિક સંસ્થાઓને ડર હતો કે તેમને જોઇને મહિલાઓ ક્યાંક તેમના પ્રેમમાં ના પડી જાય. તેમને પરત તેમના દેશ મોકલી દેવામાં આવ્યા છે. યુએઇએ પોતાના નિવેદનમાં કહ્યું કે ફેસ્ટિવલમાં ઘણી મહિલાઓ હતી તેથી ધાર્મિક પોલીસે આ કાર્યવાહી કરવી પડી.

નોંધનીય છે કે, અરબની મહિલાઓને પોતાનું આખુ શરીર હંમેશા ઢાંકીને રાખવાનું હોય છે. તેથી એવા કોઇપણ યુવકને જોવાનો અથવા તો વાતચીત કરવાનો અધિકાર નથી હોતો જેમની સાથે તેમને કોઇ સંબંધોના હોય અથવા તો અળખાણ ના હોય. મહિલાઓ સાઉદી અરબમાં પરપુરુષ સાથે તાલમેલ બેસાડવાની મનાઇ છે. તેથી ધાર્મિક પોલીસે આ ત્રણેય યુવકોને સમારોહમાંથી બહાર કર્યા જેથી મહિલાઓ તેમના તરફ આકર્ષિત ના થઇ શકે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X