Trump Visa Ban : ભારત સહિત 41 દેશોના લોકોને અમેરિકામાં બ્લોક કરવાની તૈયારીમાં ટ્રમ્પ?
Trump Visa Ban : અમેરિકાની ટ્રમ્પ સરકાર ટૂંક સમયમાં 41 દેશો સામે કડક વિઝા પ્રતિબંધો લાદી શકે છે. રોઈટર્સના અહેવાલ મુજબ, એક આંતરિક મેમોરેન્ડમ બહાર પડ્યા બાદ આ દેશોના નાગરિકો પર મુસાફરી પ્રતિબંધ મૂકવાની શક્યતા છે.
આ મેમોરેન્ડમમાં કુલ 41 દેશોની યાદી સામેલ છે, જેને ત્રણ જુદા-જુદા જૂથોમાં વહેંચવામાં આવ્યા છે. આ દેશો પર કેટેગરીના આધારે પ્રતિબંધ મુકાઈ શકે છે. જો કે આમાં સીધી રીતે ભારતનું નામ ક્યાંય સામે નથી આવ્યુ.

ત્રણ જુથમાં વહેંચાયેલા દેશો
પ્રથમ જૂથ
આ જૂથમાં 10 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અફઘાનિસ્તાન, ઈરાન, સીરિયા, ક્યુબા અને ઉત્તર કોરિયા જેવા દેશો શામેલ છે. આ દેશોના નાગરિકોના વિઝા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સંભાવના છે.
બીજુ જૂથ
પાંચ દેશો જેવા કે એરિટ્રિયા, હૈતી, લાઓસ, મ્યાનમાર અને દક્ષિણ સુદાનનો સમાવેશ થાય છે. આ દેશોના નાગરિકો માટે પ્રવાસી અને વિદ્યાર્થી વિઝા તેમજ અન્ય ઇમિગ્રન્ટ વિઝાઓ પર આંશિક પ્રતિબંધ મુકાઈ શકે છે.
ત્રીજુ જૂથ
26 દેશો આ જૂથમાં સામેલ છે, જેમાં બેલારુસ, પાકિસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા દેશો છે. આ દેશોના નાગરિકોને વિઝા આપવા પર આંશિક પ્રતિબંધ લાદી શકાય છે. આ દેશોને 60 દિવસની અંદર સુરક્ષા સંબંધિત ખામીઓ દૂર કરવાની તક આપવામાં આવશે.
આ સૂચિમાં હજુ ફેરફાર થઈ શકે છે. જો ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આ વિઝા પ્રતિબંધો લાગુ કરવામાં આવશે, તો તે કોઈ નવી નીતિ નહીં ગણાય. ટ્રમ્પે તેમના અગાઉના કાર્યકાળમાં સાત મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના નાગરિકો પર મુસાફરી પ્રતિબંધ લાદ્યો હતો, જેને 2018માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે માન્યતા આપી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ 20 જાન્યુઆરીએ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો હતો, જેમાં યુ.એસ.માં પ્રવેશ મેળવવા માંગતા વિદેશી નાગરિકો માટે વધુ કડક સુરક્ષા તપાસ કરવાની જાહેરાત કરી હતી. જો આ નવી નીતિને અમલમાં મૂકવામાં આવશે તો ઘણા દેશોના નાગરિકો માટે અમેરિકા જવાનો માર્ગ વધુ મુશ્કેલ બની શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
