આ શું, કાચબો બન્યો સ્મોકર, પીવે છે 10 સિગારેટ!!!
એક કાચબો દિવસની 101 સિગારેટ પી જાય છે. આ વાત તમારા માન્યામાં આવે છે? કદાચ તમે નહીં માનો અને આશ્ચર્ય થશે. પણ હકીકત છે કે કાચબો સિગરેટ પીવે છે. તેને સિગરેટની લત છે. આ કાચબો દિવસની 10 સિગારેટ પીવે છે.
ચીનના ચાંગચુંગ વિસ્તારનો આ કાચબો સ્મોકર કાચબા તરીકે પણ જાણીતો બન્યો છે. તેણે સિગારેટ પીવાની શરૂ કરી ત્યાર પછી તેને તેની ટેવ પડી ગઇ છે. આ અંગે એક સ્થાનિક વ્યક્તિ ટેંગે જણાવ્યું કે એક મહિના પહેલા કાચબાએ ભૂલથી સિગરેટ પી લીધી હતી. હવે તેને દરરોજ સિગરેટ પીવા જોઇએ છે. તેને સિગરેટની લત લાગી ગઇ છે.
મહત્વની વાત એ છે કે આ કાચબો દુર્લભ પ્રજાતિનો છે. તે મુખ્યત્વે મધ્ય અને ઉત્તર અમેરિકામાં જ જોવા મળે છે. શરૂઆતમાં બધું સારું હતું પણ પાછળથી તેણે ખાવાનું પીવાનું છોડી દીધું હતું. ત્યારે ટેંગને એમ લાગ્યું કે કાચબાના પેટમાં કોઇ તકલીફ હશે. આ કારણે તેણે કાચબાને હાથમાં ઉઠાવી લીધો. એ સમયે ટેંગ સિગરોટ પી રહ્યા હતા.
ઇ ચાઇના સિટીઝ ડૉટ કોમના જણાવ્યા અનુસાર કાચબાએ ટેંગની આંગળીને બચકુ ભરવા માટે ઝપટ લગાવી પણ તેના મોઢામાં સિગારેટ આવી ગઇ. ટેંગે અનેક પ્રયત્નો કર્યા કે કાચબાના મોઢામાંથી સિગારેટ કાઢી શકે પણ કાચબાએ સિગરેટ ના કાઢી અને એક પછી એક કશ ખેંચવા લાગ્યો.
બીજા દિવસે ટેંગ ખુરશીમાં બેસીને સિગરેટ પી રહ્યા હતા, ત્યારે કાચબો તેમની પાસે આવીને અવાજ કરવા લાગ્યો. ટેંગને સમજતા વાર ના લાગી કે કાચબાને સિગારેટ પીવી છે. તેમણે સિગારેટ કાચબાના મોઢામાં આપી અને કાચબાએ ફરી કશ લગાવવાના શરૂ કર્યા.
ત્યારથી અત્યાર સુધી કાચબો રોજ સિગારેટ પીવે છે. હવે તો સિગરેટની સંખ્યા વધીને 10 સુધી પહોંચી ગઇ છે. જો કે કાચબાને જોઇને ટેંગને પસ્તાવો થાય છે કે તેમણે એક કાચબાને સિગારેટનો ચેઇન સ્મોકર બનાવી દીધો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
