મંગળ પર જીવન ન હોવાનું આ કારણ છે, સૌથી મોટા રહસ્ય પરથી વૈજ્ઞાનિકોએ પરદો હટાવ્યો!
માનવજાત તેના ભવિષ્યને લઈને ચિંતાના ઘેરામાં છે. એક તરફ પૃથ્વીના વાતાવરણમાં આવતા ફેરફાર અને બીજી તરફ કુદરતી આફતોથી પૃથ્વીને મોટો ખતરો છે. આ તમામ બાબતો વચ્ચે વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ તરફ ઉમ્મીદની નજરે જોઈ રહ્યા છે.
માનવજાત તેના ભવિષ્યને લઈને ચિંતાના ઘેરામાં છે. એક તરફ પૃથ્વીના વાતાવરણમાં આવતા ફેરફાર અને બીજી તરફ કુદરતી આફતોથી પૃથ્વીને મોટો ખતરો છે. આ તમામ બાબતો વચ્ચે વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ તરફ ઉમ્મીદની નજરે જોઈ રહ્યા છે. વૈજ્ઞાનિકો મંગળને લઈને એક પછી એક ખુલાસા કરી રહ્યાં છે. હવે વૈજ્ઞાનિકોને મંગળને લઈને એક મોટી સફળતા મળી છે. પૃથ્વીની જેમ મંગળ પર ક્યારેય જીવન હતું કે કેમ, તે હજુ પણ સંશોધનનો વિષય છે. પરંતુ એવું લાગે છે કે અહીં પણ આશા સમાપ્ત થઈ રહી છે. આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, મંગળ પર કોઈ જીવન ન હતું. એવું લાગે છે કે, એક સમયે મંગળ પર માઇક્રો-લાઇફથી આબોહવા પરિવર્તનનો એવો સમય આવ્યો હતો, જેણે લાલ ગ્રહ પર જીવન સમાપ્ત કર્યું હતું.

મંગળ પર જીવન હતું?
રહસ્યમય ગ્રહ મંગળ પર પર્સિવરેન્સ રોવર સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરી રહ્યું છે. તાજેતરમાં એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, પ્રાચીન સમયમાં મંગળની સપાટી પર વાતાવરણ હોઈ શકે છે, જેણે જીવાણુઓને મદદ કરી હતી. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, મંગળ પરના પ્રાચીન સૂક્ષ્મ જીવોએ આબોહવા પરિવર્તન દ્વારા લાલ ગ્રહના વાતાવરણને ખતમ કરી નાખ્યું હશે.

મંગળ પર ક્લાઈમેટ ચેન્જ
નવું સંશોધન આશ્ચર્યજનક છે. આજે પૃથ્વી માટે જે ક્લાઈમેટ ચેન્જની વાત કરી રહ્યા છીએ, એ જ ક્લાઈમેટ ચેન્જના કારણે મંગળ પર જીવન અશક્ય બની ગયું. ક્લાઈમેટ ચેન્જને કારણે મંગળ પરના જીવનને અસર થઈ હોવાનું માનવામાં આવે છે. આ અસરને કારણે મંગળ પર આજ સુધી જીવન શક્ય બન્યું નથી. એક નવા સંશોધન મુજબ ગ્રીનહાઉસ ગેસ ઈફેક્ટને કારણે આ અસર થઈ છે.

ગ્રીન હાઉસ ગેસની અસર
નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં 10 ઓક્ટોબરના રોજ પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, મંગળના શરૂઆતના દિવસોનું વાતાવરણ લગભગ 3.7 થી 4.1 અબજ વર્ષ પહેલા જીવન માટે અનુકૂળ હતું. સામાન્ય સૂક્ષ્મજીવાણુઓ જે મિથેનનું ઉત્સર્જન કરે છે, જે હાઇડ્રોજન પર ટકી રહે છે તે લગભગ 370 મિલિયન વર્ષો પહેલા મંગળ પર વિકસ્યા હશે. આજે આ જીવાણુો પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. જો કે, મંગળ માટે આ સાચું સાબિત થયું નહીં અને તેની ઉલ્ટી અસર થઈ. સંશોધન મુજબ, જો મંગળના વાતાવરણની વાત કરીએ તો અહીંથી વધુ મિથેન ઉત્સર્જિત થયો હશે.

વૈજ્ઞાનિકોએ શું કહ્યું?
ફ્રેન્ચ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ પ્રાચીન જીવાણુઓ મંગળ પર હિમયુગ લાવવામાં મદદરૂપ બન્યા હશે. આપણે આને આબોહવા પરિવર્તનના સંકેતના પ્રથમ પુરાવા તરીકે ગણી શકીએ. કદાચ આ જ કારણસર આજે પણ મંગળ સદીઓથી ઉજ્જડ છે અને અહીં જીવનના કોઈ ચિન્હ નથી. માહિતી અનુસાર, જ્યાં મંગળ આજે ખૂબ જ ઠંડો છે, તે એક સમયે જે સ્થિતિ છે તેના કરતા વધુ ગરમ હોવો જોઈએ. કદાચ તે સમયે ત્યાં હાઇડ્રોજન વધારે હતો. આ સ્થિતિમાં સૂક્ષ્મજીવાણુઓ પાસે પુષ્કળ ખોરાકનો પુરવઠો હશે. જો કે, હવામાન પરિવર્તનના કારણે મંગળની સ્થિતિ પણ બદલાઈ ગઈ. મંગળ પર હવે જીવન નથી. જો કે, આ વિષય પર વધુ સંશોધન ચાલુ રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
